- ભારત સહિત છ દેશોએ આકરા નિર્ણય લીધા, ત્યાં નેતા મજબૂત થયા
દુનિયાભરમાં કોરોનાનો કેર યથાવત્ છે. આ મહામારીથી અત્યાર સુધી 13.14 કરોડ લોકો ચેપગ્રસ્ત થયા છે. જોકે 28.6 લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. લોકો તો બેહાલ જ છે. અનેક દેશોમાં સરકારોનું ભાગ્ય પણ કોરોના વિરુદ્ધની લડાઈથી નક્કી થઈ રહ્યું છે. તેનું સરસ ઉદાહરણ અમેરિકા છે. ત્યાં ઈતિહાસમાં અત્યાર સુધી આવેલી મહામારીઓમાં સૌથી મોટી લડાઈ કોરોના સામે લડવામાં આવે. એટલા માટે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પના પરાજયના મોટા કારણોમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં નિષ્ફળતા રહી.
સૌથી ચેપગ્રસ્ત બ્રાઝિલ સહિત 7 દેશોમાં જ્યાં કોરોનાનો ફેલાવો રોકવામાં નબળાં પગલાં ભરવામાં આવ્યા ત્યાં સરકારો વિરોધને કારણે ડામાડોળ થઈ ચૂકી છે. બ્રાઝિલમાં અત્યાર સુધી 4 સ્વાસ્થ્યમંત્રી બદલાઇ ચૂક્યા છે. ઈટાલીમાં પણ વડાપ્રધાન બદલવાના કેન્દ્રમાં કોરોના વિરુદ્ધની નબળી લડાઈ જ રહી. સ્પેન, ફ્રાન્સ, મેક્સિકોના રાષ્ટ્ર પ્રમુખ વિપક્ષની સાથે જ પ્રજાનો વિરોધ સહન કરી રહ્યા છે. બીજી તરફ કોરોનાનો જોરદાર રીતે મુકાબલો કરવાને કારણે ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, ભારત, ચીન સહિત અનેક દેશોમાં રાષ્ટ્ર પ્રમુખોની સ્થિતિ પણ મજબૂત થઈ છે.
આ નબળાં- રાષ્ટ્રપતિ બોલસોનારો અપમાનિત થઇ રહ્યાં છે
બ્રાઝિલ: લૉકડાઉન વિરોધી બોલસોનારો કોરોનાને સામાન્ય ફ્લૂ ગણાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે વેક્સિન લઈને મગર કે દાઢીવાળી મહિલામાં રૂપાંતરિત થઇ શકાય. કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળતાને કારણે 4 વખત મંત્રીમંડળમાં ફેરફાર કરવો પડ્યો. બ્રાઝિલમાં 1.3 કરોડ લોકો ચેપગ્રસ્ત, જોકે 3.3 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં.
ફ્રાન્સ: રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંની લોકપ્રીયતા ઘટી ફક્ત 29 ટકા રહી ચૂકી છે. ગત મહિને 34 ટકા લોકો પસંદ કરતા હતા. જોકે ડિસેમ્બર સુધીમાં તેમની લોકપ્રિયતા 40%થી ઉપર હતી.
જર્મની: 29 લાખ દર્દીવાળા જર્મનીમાં પણ ચાન્સેલર એન્જેલા મર્કેલની સરવેમાં લોકપ્રિયતા 22% બચી છે. તેમની સીડીયૂ-સીએસયૂ પાર્ટીઓનું સમર્થન ફક્ત 25% જ બચ્યું છે.
જાપાન: નવી લહેરનો સામનો કરવામાં ધીમી પ્રતિક્રિયાને લીધે જાપાનના નવા પીએમ સુગા દબાણનો સામનો કરી રહ્યાં છે. જનમત સરવેમાં લોકોએ સ્વીકાર્યું કે પ્રયાસો ધીમા રહ્યાં.
આ મજબૂત થયાઃ કોરોના સામે લડી બેન્જામિન ફરી ઉભર્યા
ન્યૂઝીલેન્ડના પીએમ ઉદાહરણ બન્યાં: કોરોના વિરુદ્ધ સૌથી શ્રેષ્ઠ રીતે લડાઈને કારણે ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા અર્ડર્ન ઉદાહરણ બની ગયા છે. દેશ 14 ડિસેમ્બરે કોરોના મુક્ત થઈ ગયું હતું. હવે ફક્ત સતર્કતાના લેવલ-1 પર પહોંચી ગયું છે.
ઈઝરાયલમાં બેન્જામિન વિશ્વસનીય: ઈઝરાયલમાં ભલે પીએમ બેન્જામિન નેતન્યાહૂના ગઠબંધનને બહુમતી ન મળી પણ તે દેશના વિશ્વસનીય નેતા છે. તેમના નેતૃત્વમાં દેશે દુનિયામાં સૌથી ઝડપી રસીકરણ કરી લોકોને પ્રતિબંધોમાં રાહત આપી છે.
દક્ષિણ કોરિયામાં મૂન મજબૂત: રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈને કોરોનાને રોકવા માટે પગલાં ભર્યા. જેને પ્રજાએ પણ સ્વીકાર્યા. આ કારણે ગત વર્ષે ચૂંટણીમાં સત્તારુઢ પાર્ટીએ મોટી જીત મેળવી. હવે ત્યાં ત્રીજી લહેરની લડાઈ જારી છે.
બ્રિટનના વડાપ્રધાનની વાહવાહી: એક સમયે બેકાબૂ થઈ ચૂકેલા કોરોનાને રોકવા માટે ઝડપથી વેક્સિનેશન કરી પીએમ બોરિસ જોનસન મજબૂત થયા છે. જાન્યુઆરીમાં નવા દર્દી 68 હજાર થયા હતા જે વેક્સિનેશનથી હવે રોજ 3423 જ બચ્યા છે.