- કોરોના વાઈરસના ડરથી સમગ્ર દુનિયામાં લોકો હાથ મીલાવવા, કિસ કરવા અને ભેટવાથી બચી રહ્યા છે
- આની અસર સામાન્ય નાગરિકોની સાથે સાથે રાષ્ટ્ર અધ્યક્ષો અને પ્લેયર્સ ઉપર પણ જોવા મળી છે
વોશિંગ્ટન/લંડન: કોરોના વાઈરસના ઈન્ફેક્શનના ડરથી સમગ્ર દુનિયામાં લોકોની અભિવાદનની રીત બદલાઈ છે. લોકો તેમના પારંપારિક સ્વાગતની રીત છોડીને નમસ્તે અને કોણી મીલાવવા જેવી બીજી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આની અસર માત્ર સામાન્ય લોકો ઉપર જ નહીં પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષો ઉપર પણ જોવા મળી રહી છે. વોશિંગ્ટનમાં ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરે નમસ્તે કરીને અભિવાદન કર્યું. બીજી બાજુ બંકિઘમ પેલેસમાં પણ પ્રિન્સ ચાર્લ્સ પણ નમસ્તે કરતાં દેખાયા હતા.
ટ્રમ્પ અને આયરલેન્ડના વડાપ્રધાન લિયોની વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. તેમાં જ્યારે મીડિયાએ પૂછ્યું કે શું તેઓ હાથ મીલાવશે? ત્યારે વરાડકરે હાથ જોડીને નમસ્તે કર્યું હતું. ટ્રમ્પે પણ એવું જ કર્યું હતું. આ પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહીએ પણ અભિવાદન માટે ભારતીય પરંપરાની નમસ્તે પદ્ધતિ અપનાવવાની વાત કરી હતી.
ઈંગ્લેન્ડ: જગ્યા- બકિંઘમ પેલેસ, લંડન

જાપાન: જગ્યા- વડાપ્રધાનના આવાસ પર, ટોક્યો

અમેરિકા: જગ્યા- અમેરિકન સાંસદ

મેક્સિકો: જગ્યા- સ્થાનીક ચર્ચા, મેક્સિકો સિટી
