મુંબઈમાં 12 ઇંચ વરસાદ, બે લોકલ ટ્રેનમાં ફસાયેલા 250 લોકોને NDRFએ બચાવ્યાં, રેડએલર્ટ જાહેર

india
  • અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં, વાહનવ્યવહાર ઠપ
  • 106 કિમીની ઝડપે આંધી ફૂંકાતા અનેક વૃક્ષો ધારાશાયી
  • મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની લોકોને ઘરમાં રહેવા અપીલ

મુંબઈ. મુંબઈમાં લાગલગાટ બીજા દિવસે વરસાદનું જોર ચાલુ રહેતા જનજીવન બેહાલ બની ગયું હતું. 106 કિમીની ઝડપે આંધી ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષ પડી ગયા હતા અને ઠેર ઠાર પાણી ભરાયા હતા. મુંબઈની સાથે પાલઘર, પૂણે, સતારા, કોલ્હાપુર, થાણે, રત્નાગિરી, રાયગઢમાં ભારે વરસાદ થયો હતો. રાહત અને બચાવ માટે એનડીઆરએફની 15 ટીમ તૈયાર રખાઈ છે. રાયગઢમાંથી 63 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા. બુધવારે સવારે 8.30થી રાત્રે 8.30 સુધીના 12 કલાકમાં કોલાબામાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. મસ્જિદબંદર અને ભાયખલા વચ્ચે ટ્રેક પર પાણી ભરાતા 2 લોકલ ટ્રેનમાં ફસાયેલા 250 લોકોને એેનડીઆએફ ટીમે બચાવ્યા હતા.

ખાસ કરીને દક્ષિણ અને મધ્ય મુંબઈમાં વધુ જોરદાર વરસાદ પડતો હતો. મંગળવારે સવારે 8.30થી બુધવારે સવારે 8.30 સુધીના 24 કલાકમાં કોલાબામાં બે ઈંચ અને સાંતાક્રુઝમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. મોસમનો કુલ વરસાદ અનુક્રમે 83 ઈંચ અને 90 ઈંચ પડ્યો છે.

મુંબઈ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બુધવારે અતિવૃષ્ટિથી ઠેર ઠેર જળબંબાકારને લીધે પરિસ્થિતિ અત્યંત ભયાવત બની ગઈ હતી. ઠેકઠેકાણે મુંબઈના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને દક્ષિણ મુંબઈને સૌથી વધુ અસર થઈ હતી, જ્યાં ચોપાટીનાં પાણી પહેલી જ વાર રસ્તાઓ પર આવી ગયાં હતાં. અનેક દુકાનો, ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે જેજે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. અનેક ઠેકાણે હોર્ડિંગ્સ, દુકાનનાં પાટિયાં તૂટી પડ્યાં હતાં. મોટાં મોટાં ઝાડ મૂળથી ઊખડી પડ્યાં હતાં, જેમાં અનેક વાહનોને નુકસાન થયું હતું. દરમિયાન પાલઘર, રાયગઢ, રત્નાગિરિ સહિત રાજ્યભરમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને લીધે જનજીવન ઠપ થઈ ગયું હતું.

બુધવારના વરસાદે દક્ષિણ મુંબઈને સૌથી વધુ અસર કરી હતી. ચોપાટી, બાબુલનાથ, નાનાચોક, મરીન લાઈન્સ, બ્રીચકેન્ડી, પરેલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આગામી 24 કલાકમાં પણ મુંબઈ સહિત રાજ્યમાં અતિવૃષ્ટિની આગાહી વેધશાળાએ કરી હતી.

જે.જે. હોસ્પિટલમાં પાણી
ભારે વરસાદને લીધે જેજે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. દક્ષિણ મુંબઈમાં જસલોક હોસ્પિટલની ઈમારતની ઉપર બેનર તૂટીને નીચે વાહનો પર પડ્યું હતું. મંત્રાલય મુખ્ય પ્રવેશદ્વાર સુરક્ષા ચોકી સહિત ગાર્ડન ગેટ સામે ઝાડ તૂટી પડ્યું હતું. બીએસઈ ઈમારતની ઉપરનું સાઈનબોર્ડ પણ ઊખડી પડ્યું હતું.

ગુજરાત-મહારાષ્ટ્રમાં રેડએલર્ટ
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાત સહિત મુંબઈ-થાણે અને ઉત્તર કોંકણમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈના માર્ગો તળવા બની ગયા છે. પાણીમાં રમી રહેલા બાળકો.

મુંબઈ સહિત ઘણા વિસ્તારમાં રેડ એલર્ટ
મુંબઈ ઉપરાંત પુણે, પાલઘર, થાણે, કોંકણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે 24 કલાક દરમિયાન સાંતાક્રુઝમાં 84..2 મીમી અને કોલાબામાં 53.2મીમી વરસાદ નોંધ્યો છે.

આદિત્ય ઠાકરેએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી
મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

ભારે વરસાદના કારણે અનેક લોકોના બાઈક બંધ પડી ગયા હતા.

વરસાદ સાથે 107 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *