મણિપુર. મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો કરાયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 6 જવાન ઘાયલ થઈ ગયા છે.
ઘટના બુધવારે રાતે લગભગ સવા એક વાગ્યે રાજધાની ઈમ્ફાલની પાસે આશરે 95 કિમી દૂર ચંદેલ જિલ્લામાં બની છે. આ પહાડી વિસ્તાર છે.
ભારત-મ્યાંમાર સરહદ પર ઉગ્રવાદી સમૂહ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન 4 આસામ રાઈફલ્સના ત્રણ જવાન શહીદ થયા છે.
જવાનો પર ઉગ્રવાદીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થઈ ગયા છે, જેમને ઈમ્ફાલ પશ્વિમ જિલ્લાના મિલેટ્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.