લદ્દાખના દક્ષિણી પેંગોન્ગના વિવાદિત વિસ્તારમાં ચીન સાથે ઝપાઝપીમાં ફરી ભારતના એક જવાન શહીદ થયા છે અને એક ઘાયલ થયા છે. આ દાવો વિદેશી મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રામણે, આ જવાન મૂળ તિબેટીયન હતા અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (SFF)માં તહેનાત હતા. 29-30 ઓગસ્ચની રાતે ચીનની નજીક 500 સૈનિકો એક પહાડી પર કબજો કરવાનો પ્રયત્ન કરતા હતા જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ પહેલાં 5 જૂને લદ્દાખના ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી.
તેમાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર કાંટાળા તારથી હુમલો કર્યો હતો. તેમાં 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ અંદાજે 35 જેટલા જવાનોના મોત થયા હતા. જોકે તે વિશે હજી કોઈ ખુલાસો થયો નથી.
ચીને 3 દિવસમાં 3 વાર ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો 29-30 ઓગસ્ટની રાત પછી 31 ઓગસ્ટે પણ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હતી. આગલા દિવસે એટલે કે 1 સપ્ટેમ્બરે ફરી જાણવા મળ્યું કે, ચીની સૈનિકોએ ચુનાર વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ભારતીય સેનાએ તેમને ફરી નિષ્ફળ કર્યા.