UPના ચર્ચિત ગેંગરેપ કેસમાં ચુકાદો:બુલંદશહરમાં કોચિંગથી પરત ફરી રહેલી વિદ્યાર્થિનીનું અપહરણ કરીને કારમાં રેપ કર્યો, પછી હત્યા કરી નાખી; 3 યુવકોને મોતની સજા

india
  • વિદ્યાર્થિનીનું અપહરણ થયું તે જગ્યા પોલીસ સ્ટેશનથી માત્ર 200 ડગલાં દૂર જ હતી.
  • ભારે દબાણ વચ્ચે પોલીસે 10 દિવસ પછી આ કેસનો ખુલાસો કર્યો હતો.

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે કારમાં ગેંગરેપ અને હત્યાના 3 દોષિતોને પોક્સો કોર્ટે મોતની સજા સંભળાવી છે. આ મામલો 3 વર્ષ જૂનો છે. ઘટના સમયે વિદ્યાર્થિની કોચિંગથી પરત ફરી રહી હતી. રસ્તામાં ત્રણેય યુવકોએ તેનું અપહરણ કરી લીધું હતું. જે બાદ તેનો મૃતદેહ ગ્રેટ નોયડાની પાસે એક માઈનર નહેરમાંથી મળ્યો હતો. બુધવારે આ મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો. દોષિતોને સજા સંભળાવવામાં આવ્યા બાદ વિદ્યાર્થિનીના પરિવારે કહ્યું કે દોષિતોને ફાંસી પર લટકતા જોવા માગે છે.

કોર્ટે કહ્યું- આ સામાન્ય ઘટના નથી
કોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, આ સામાન્ય ઘટના નથી. જો અભ્યાસ માટે ઘરથી બહાર નીકળનારી દીકરીઓને સુરક્ષા ન આપવામાં આવી તો સરકાર દ્વારા ચલાવવામાં આવતા બેટી બચાવો- બેટી પઢાવો અભિયાનનો કોઈ જ હેતુ નહીં રહી જાય.

2 જાન્યુઆરી, 2018નાં રોજ આ ઘટનાના 3 વર્ષ બાદ બુધવારે ચુકાદો આવ્યો. ત્રણેય દોષિતોને કોર્ટ રૂમમાં લઈ જાતી પોલીસ.

2 જાન્યુઆરી, 2018નાં રોજ આ ઘટનાના 3 વર્ષ બાદ બુધવારે ચુકાદો આવ્યો. ત્રણેય દોષિતોને કોર્ટ રૂમમાં લઈ જાતી પોલીસ.

સાયકલથી ઘરે જઈ રહી હતી વિદ્યાર્થિની
ચાંદપુરમાં રહેતી વિદ્યાર્થિની 2 જાન્યુઆરી, 2018નાં રોજ સાયકલથી ઘરે જઈ રહી હતી. રસ્તામાં કારમાં આવેલા 3 યુવકોએ તેને સાયકલ પરથી ખેંચીને પોતાની ગાડીમાં બેસાડી દિધી હતી. ચાલતી કારમાં જ તેની સાથે ગેંગરેપ થયો. જે બાદ તેની હત્યા કરવામાં આવી. 2 દિવસ પછી 4 જાન્યુઆરીએ વિદ્યાર્થિનીનો મૃતદેહ ગ્રેટર નોયડાના દાદરીના અકબરપુર અને ભોગપુર ગામની વચ્ચે આવેલી નહેરમાંથી મળી હતી. પોલીસે તપાસ બાદ મૃતદેહની ઓળખ કરી અને યુવતીના પરિવારે 3 યુવક વિરૂદ્ધ કેસ કર્યો હતો.

10 દિવસ પછી પોલીસે કેસનો ખુલાસો કર્યો
આ ઘટના પછી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભારે દબાણ વચ્ચે પોલીસે 10 દિવસ પછી કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે દાવો કર્યો કે ત્રણેય યુવક આ ઘટનામાં સામેલ હતા. જે બાદ પોલીસે સિકંદરાબાદના ઇઝરાયલ, જુલ્ફિકાર અને દિલશાદની ધરપકડ કરી તેઓને જેલહવાલે કર્યા.

પોલીસ સ્ટેશનથી 200 ડગલાં દૂર જ થયું હતું અપહરણ
ત્રણેય યુવકોએ પોલીસની સામે જ કબૂલ્યું હતું કે તેઓ ઘરેથી ન્યૂયર સેલિબ્રેટ કરવા નીકળ્યા હતા. રસ્તામાં વિદ્યાર્થિનીને એકલી જોઈ અને તેનું અપહરણ કરી લીધું. આ ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર 200 ડગલાં દૂર જ ઘટી હતી. વિદ્યાર્થિની સાથે ચાલતી કારમાં બળજબરી કરવામાં આવી. જે બાદ દુપટ્ટાથી તેનું ગળું દાબી દેવાયું. જે પછી અકબરપુરની પાસે મૃતદેહને ફેંકીને તેઓ ફરાર થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *