સિરિન્જની જેમ ખૂંચતો સવાલ: રસીકરણમાં બ્રાઝિલ અને મેક્સિકોથી પણ પાછળ કેમ છે ભારત?

india
  • જે બ્રિટિશ વેક્સિનેશન મોડલને અનુસરીને ભારતમાં રસીના બે ડોઝ વચ્ચેની સમયમર્યાદા વધારી દેવાઈ, પણ હવે બ્રિટનમાં આ સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે

ભારત સરકારે જૂનમાં દેશની પાસે 12 કરોડ રસીના ડોઝ હશે એવી વાત કરી છે. અનેક ડોઝ એ લોકોને પણ અપાશે, જેમણે અગાઉ એક ડોઝ લીધો છે. હકીકત એ છે કે જૂનમાં પણ રસી મેળવનારા લોકોની સંખ્યા 30 કરોડને પાર જવાની આશા નથી. 26 મેના રોજ ભારત 20 કરોડથી વધુ કોરોના વેક્સિન લગાવનારો દુનિયાનો ત્રીજો દેશ બની ગયો, પરંતુ આ આંકડા અંગે દેશમાં કોઈ ઉત્સાહ ન જોવા મળ્યો, કેમ કે હજુ પણ દેશમાં કોરોના વેક્સિનનો જોરદાર અભાવ છે.

આ વાત વેક્સિન માટે સ્લોટ ન મળવા, બીજા ડોઝની સમયમર્યાદા વધારવી અને રસીકરણમાં ઘટાડાથી બહાર આવી છે. વિચારણીય એ છે કે ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ હોવા છતાં તે પોતાની વિશાળ વસતિને વેક્સિનેટ કરવામાં બ્રાઝિલ અને મેક્સિકોથી પાછળ છે.

દેશમાં 1 એપ્રિલથી મોટે પાયે રસીકરણની શરૂઆત કરાઈ. એ સમયે ભારતમાં પણ પોતાની શ્રેણીના અન્ય દેશોને સમાન જ વેક્સિનેશન થયું હતું. 1 એપ્રિલ સુધી ભારતમાં દર 100માંથી 5 લોકોને કોરોના વેક્સિન લાગી ચૂકી હતી, જ્યારે બ્રાઝિલ, ચીન, રશિયા અને મેક્સિકોનો આ આંકડો 6.7થી 9.7 વચ્ચે રહ્યો હતો, પરંતુ 26 મે સુધીમાં ભારત જ્યારે પોતાના 100માંથી 14 લોકોને જ રસી અપાવી શક્યું છે, ત્યારે ચીન દર 100માંથી 38 લોકોને અને બ્રાઝિલ 30 લોકોને રસી આપી ચૂક્યું હતું.

રસીકરણમાં પાછળ દેશોની પાસે પણ પૂરતી રસી છે, ભારતમાં નથી
અમેરિકા, જે 1 એપ્રિલ સુધીમાં પોતાના 100માંથી 46 લોકોને વેક્સિનેટ કરી શક્યું હતું, 26 મે સુધીમાં દર 100માંથી 86 લોકોને વેક્સિનેટ કરી શક્યું. જોકે જાપાન અને ફિલિપિન્સ જેવા કેટલાક દેશો પણ છે, જેઓ વેક્સિનેશનના મામલે ભારત કરતાં પાછળ છે, પરંતુ તેમણે પણ એટલા રસીના ડોઝ મેળવી લીધા છે કે તેઓ પોતાની સમગ્ર વસતિને વેક્સિનેટ કરી શકે છે, જ્યારે આ મામલે ભારત હજુ ઘણું પાછળ છે.

હર્ડ ઈમ્યુનિટી માટે ભારતે ઓછામાં ઓછી 64% વસતિને બંને ડોઝ આપવા પડે
ભારતીય વિજ્ઞાનીઓના અનુસાર, દેશને હર્ડ ઈમ્યુનિટીની નજીક પહોંચવા માટે ઓછામાં ઓછી પોતાની 64% જનસંખ્યાને કોરોના વેક્સિનના બંને ડોઝ આપવા જરૂરી છે, જેના માટે અત્યારે 140 કરોડથી વધુ રસીના ડોઝની આવશ્યકતા છે. આટલા ડોઝની વ્યવસ્થા કરવામાં હજુ તો અનેક મહિનાઓ જેટલો સમય લાગશે.

કોરોનાથી સૌથી પ્રભાવિત ભારત છતાં ઘટી રહ્યું છે રસીકરણ
હાલ ભારત દુનિયામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, આમ છતાં અહીં વેક્સિનેશનમાં ઘટાડો થઈ રહ્યો છે. દુનિયાના 10 સૌથી વધુ વસતિ ધરાવતા દેશોમાં પર નજર નાખીએ તો એમાંથી 3 એવા છે કે જ્યાં રસીકરણમાં ઘટાડો આવ્યો છે. તેમાં ભારત પણ સામેલ છે. અન્ય બે દેશ અમેરિકા અને બાંગ્લાદેશ છે. અહીં સમજવાની વાત એ છે કે અમેરિકા પોતાની મોટા ભાગની વસતિને વેક્સિનેટ કરી ચૂક્યું છે, એવામાં ત્યાં રસીકરણના દરમાં ઘટાડો આવે એ સામાન્ય બાબત છે.

બીજી તરફ, ભારતમાં રસીકરણમાં ઘટાડાનું મોટું કારણ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી એ છે. એવામાં જ્યારે બાંગ્લાદેશ વેક્સિન સપ્લાઈના સૌથી મોટા હિસ્સા માટે ભારત પર જ નિર્ભર હતું, ત્યાં પણ રસીકરણમાં ઘટાડો આવે એ કોઈ નવાઈની વાત નથી.

સુપ્રીમ કોર્ટે રસીકરણની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને સાથે કહ્યું હતું કે એક મોટા જનસમુદાય પાસે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ નથી ત્યારે તેઓ CO-WIN એપનો ઉપયોગ કેવી રીતે કરશે એવો સવાલ પણ ઉઠાવ્યો.
સુપ્રીમ કોર્ટે રસીકરણની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને સાથે કહ્યું હતું કે એક મોટા જનસમુદાય પાસે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ નથી ત્યારે તેઓ CO-WIN એપનો ઉપયોગ કેવી રીતે કરશે એવો સવાલ પણ ઉઠાવ્યો.

શું કહે છે રાજ્યોમાં વેક્સિનેશનના રિપોર્ટ્સ?
હાઉ ઈન્ડિયા લિવ્સ ડોટ કોમના એક રિપોર્ટ અનુસાર જો 1 એપ્રિલે થયેલા રસીકરણ સાથે તુલના કરીએ તો ભારતનાં 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 22માં અત્યારે ઓછું રસીકરણ થઈ રહ્યું છે. કેરળમાં રોજ 66% અને તેલંગણામાં 64% ઓછા લોકોને વેક્સિન લાગી રહી છે. જે 14 રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સિનેશન ઝડપી થયું છે તેઓ પણ પોતાની જનસંખ્યાના ખૂબ નાના હિસ્સાને જ રસી અપાવી શક્યા છે, જેમ કે ઉત્તરપ્રદેશ દર 1000 લોકોમાંથી 72ને, બિહાર 81ને, તામિલનાડુ 102ને, ઝારખંડ 105ને અને આસામ 111 લોકોને જ વેક્સિન લગાવી શક્યાં છે.

આ રાજ્યો વેક્સિનેટ થઈ ચૂકેલી જનસંખ્યાના મામલે હિમાચલ પ્રદેશ (32%), દિલ્હી (27.9%), ઉત્તરાખંડ (25.2%), ગુજરાત (25.2%) અને કેરળ (24.6%)થી પાછળ છે. એવામાં અનેક રાજ્યોએ પોતાને ત્યાં વેક્સિનની અછતની ફરિયાદ કેન્દ્ર સરકારને કરી છે.

સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો, મોટી જનસંખ્યા રસીમાં બાકી રહેવાનું જોખમ
18-44 વર્ષના વય જૂથના વેક્સિનેશન માટે CO-WIN એપ દ્વારા રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. એપ પર પણ વેક્સિનેશન માટે સ્લોટ આસાનીથી મળતા નથી. આ જ કારણથી સોશિયલ મીડિયા પર રસીના મામલે હોબાળો મચેલો છે. જ્યારે સુપ્રીમ કોર્ટે રસીકરણની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને સાથે કહ્યું હતું કે એક મોટા જનસમુદાય પાસે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ નથી ત્યારે તેઓ CO-WIN એપનો ઉપયોગ કેવી રીતે કરશે એવો સવાલ પણ ઉઠાવ્યો.

બીજા ડોઝનો સમય વધવાથી પણ સમસ્યા
વેક્સિનની અછતના સમાચારો વચ્ચે જૂન મહિનામાં દેશની પાસે 12 કરોડ વેક્સિન ડોઝ હોવાની વાત કરાઈ છે. એમાંથી અનેક ડોઝ એ લોકોને પણ અપાશે, જેમણે અગાઉ એક ડોઝ લીધો છે. એવામાં જૂનમાં પણ ભારતમાં કુલ વેક્સિનેટેડ લોકોની સંખ્યા 30 કરોડને પાર જવાની કોઈ આશા નથી. વિચિત્ર બાબત એ છે કે જે બ્રિટિશ વેક્સિનેશન મોડલને અનુસરીને ભારતમાં રસીના બે ડોઝ વચ્ચેની સમયમર્યાદા વધારાઈ એ બ્રિટનમાં જ અત્યારે આ સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *