કેમિકલ કંપનીઓમાં મોડી રાત્રે લાગેલી વિકરાળ આગ.

આગની ઘટનાઓનો સિલસિલો યથાવત્: અમદાવાદમાં વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે મોડી રાત્રે કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ, ઇસનપુર સુધી ધડાકા સંભળાયા, બ્રિગેડ કોલ જાહેર કરી આગ પર કાબૂ મેળવાયો

Ahmedabad Gujarat

આગની જ્વાળાઓ આકાશમાં દૂર દૂર સુધી દેખાઈ.

ઇસનપુર સુધી ધડાકા સંભળાયા
કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતા. ધડાકાઓ સાથે આગ લાગતાં વિંઝોલ અને વટવાના નાગરિકો ભરઊંઘમાંથી જાગી ગયા હતા. આગને કારણે લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

ગત ઓક્ટોબર મહિનામાં ફાયર સેફ્ટીને લઈ સરકારે મોટો નિર્ણય લીધો હતો
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગત ઓક્ટોબરમાં જ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટીનું એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાનમાલિક, કબજેદાર, ફેક્ટરીધારકે એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એને રિન્યુ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા મંજૂરી આપશે.

સરકારના કડક નિર્ણય બાદ પણ અધિકારીઓની બેદરકારી, સંચાલકો સાથે સાઠગાંઠની ચર્ચા
નારોલ, પીપળજ, વટવા જીઆઇડીસી, નારોલ જીઆઇડીસી જેવા વિસ્તારમાં દર મહિને મોટી આગ લાગવી એ રુટિન બાબત હોય એમ દર વર્ષે વીમો પાકવાના સમયમાં આગ લગાડવામાં આવતી હોવાનું ચર્ચામાં હોય છે અને તંત્રના અધિકારીઓ પણ આ બાબત સારી રીતે જાણે છે છતાં ચોકકસ કયા કારણસર આજદિન સુધી કોઈની જવાબદારી નકકી કરીને કાર્યવાહી કે સજા થતી નથી. દરેક વિભાગ જેવા કે રોડ એન્ડ બિલ્ડિંગ, ફાયર, ફેકટરી ઇન્સ્પેક્ટર, એસ્ટેટ વિભાગ વગેરે એકબીજા પર ખો આપી દેતા હોય છે. એસ્ટેટના અધિકારીઓની જવાબદારી સ્થળ તપાસ કરી વધારાનું બાંધકામ થયું છે કે કેમ? એ તપાસવાની હોય છે એ કામગીરી થતી નથી, જેથી આવા વિસ્તાર-વ્યાપ વધતો રહે છે. મોટી મોટી કંપનીઓમાં આગના બનાવો બને છે. ફાયર અધિકારીઓ દ્વારા નિયમિત કયા દબાણ હેઠળ ફાયર એન.ઓ.સી. કે ફાયર સેફટી અંગે ઈન્સ્પેકશન થતું નથી કે પછી કે કંપનીના સંચાલકો સાથે સાઠગાંઠ છે એવી ચર્ચા ચાલતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *