જાણીતી ટેક કંપની માઇક્રોસોફ્ટ અને નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસેઝ કંપનીઝ (નેસકોમ)એ સાથે મળીને ભારત વિદ્યાર્થીઓને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રોગ્રામ ભણાવવાનું નક્કી કર્યું છે. માઇક્રોસોફ્ટે એક શરૂઆત અંતર્ગત 10 લાખ વિદ્યાર્થીઓને ડિજીટલ સ્કિલ શીખવશે. તે અંતર્ગત હવે ભારતના વિદ્યાર્થીઓ પણ સામેલ થશે. તેના માટે નેસકોમ સાથે કંપનીએ ભાગીદારી કરી છે.
આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને માઇક્રોસોફ્ટ કંપનીના આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)કાર્યક્રમો, મશીન લર્નિંગ અને ડેટા એક્સપર્ટાઇઝ શીખવાડવામા આવશે. તેના માટે લાઇવ ડેમો અને અસાઇનમેન્ટ અલગ અલગ માધ્યમોથી ઉપલબ્ધ કરાવવામા આવશે. તેના માટે ગ્રેજ્યૂએટ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે AIના પાઠ્યક્રમો શીખવાનો મોકો મળશે. જે ફ્રી કોર્સ ગ્રેજ્યૂએટ વિદ્યાર્થીઓને ફ્રીમાં મળશે તેમાં ડેટા સાયન્સના બેઝિક, એઝ્યુરે પર મશીન લર્નિંગ મોડલ સહિતના અભ્યાસ હશે.
નેસકોમના CEO અમિત અગ્રવાલના જણાવ્યા મુજબ માઇક્રોસોફ્ટ સાથેની આ પહેલ ન માત્ર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સ્કિલ ટેલેન્ટનું સર્જન કરવાનું છે, પરંતુ આગામી વર્ષોમાં નવી જોબનું સર્જન કરાવનું છે.