- 24 કલાકમાં જૂનાગઢમાં 5.5 ઇંચ અને પોરબંદરના રાણાવાવમાં 5.4 ઇંચ વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં શુક્રવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 8 તાલુકામાં 1 ઇંચથી 3.2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 20 તાલુકામાં 3 ઇંચ કે તેથી વધુ, 24 તાલુકામાં 2થી 3 ઇંચ સુધી અને 46 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 5.5 ઇંચ નોંધાયો છે.
સવારના 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ
જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
સુરત | ઉમરપાડા | 3.2 |
જૂનાગઢ | કેશોદ | 2.8 |
સુરત | માંગરોળ | 2.3 |
નર્મદા | ડેડિયાપાડા | 1.7 |
સુરત | સુરત શહેર | 1.4 |
સુરત | કામરેજ | 1.4 |
સુરત | ઓલપાડ | 1.2 |
નર્મદા | સાગબારા | 1 |

24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો તેવા તાલુકા
જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
જૂનાગઢ | જૂનાગઢ | 5.5 |
જૂનાગઢ | જૂનાગઢ શહેર | 5.5 |
પોરબંદર | રાણાવાવ | 5.4 |
પોરબંદર | પોરબંદર | 4.6 |
પોરબંદર | કુતિયાણા | 4.4 |
નવસારી | નવસારી | 4.4 |
રાજકોટ | જેતપુર | 4.4 |
દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 4.3 |
દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 4.3 |
અમરેલી | રાજુલા | 4.2 |