આવતીકાલથી મહેસુલી કર્મચારીઓની રાજ્ય વ્યાપી અચોક્કસ મુદતની હડતાલ મુલત્વી રાખવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ- મહેસુલ સાથેની મહામંડળની બેઠક મળી હતી. જેમાં કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવી છે. તેમજ આગામી દસ દિવસમાં પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવામાં આવી છે.
રાજ્યમાં એક બાદ એક આંદોલનનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે આવતીકાલથી મહેસુલી કર્મચારીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના હતા. પરંતુ આજે અધિક મુખ્ય સચિવ અને મહેસુલ સાથેની મહામંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોનું નિરાકારણ માટે આગામી દસ દિવસમાં આવી જશે તેવી ખાતરી આપતા મહેસુલી કર્મચારીઓએ આ રાજ્ય વ્યાપી હડતાળને મુલત્વી રાખી છે.