ભાજપના આ દિગ્ગજ નેતાએ આનંદીબેન પટેલને ફરી CM બનાવવા કરી વાત.. જાણો કેમ

Gujarat Politics National Politics Politics

ત્યારે ગુરુવારે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું, મનસુખ માંડવીયાને હાઈકમાન્ડે બોલાવ્યા છે અને તેઓ મુખ્યમંત્રી બની શકે છે તેવી અટકળોએ એટલી હદે જોર પકડી લીધું હતું કે મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને ચોખવટ આપવી પડી હતી કે આ વાતો માત્ર અફવાઓ છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે રાજ્ય પર સંકટ હોય તેવા સમયે નવા શાસકને ના બેસાડવામાં આવે જે એક સાધારણ બાબત છે ત્યારે શુક્રવારે રાત્રે ભાજપના જ એક દિગ્ગજ નેતાઓ આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી બનાવવાની વાત કરીને વિવાદનો મધપુડો ફરીથી છંછેડ્યો છે.

ભાજપના દિગ્ગજ નેતા, રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટૂંકું ટ્વીટ કર્યું છે પરંતુ તેમાં વાત એવી કરી છે જેનાથી ફરીથી રાજકીય ગલીયારાઓમાં ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું છે કે,

”ગુજરાતમાં કોરોના વાયરસ કેઝ્યુલટીના આંકડા તો જ સ્થિર થશે જો આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી પદે પાછા આવે તો.”


નોંધનીય છે કે કાલ સુધી કોણ અફવા ફેલાવતું એ નક્કી નથી પરંતુ આ વખતે ભાજપના જ નેતાએ ભાજપ સરકારના નેતૃત્વ સામે પરોક્ષ રીતે ઈશારો કરતા આનંદીબહેન પટેલનું નામ લીધું છે ત્યારે હવે આ મુદ્દે ભાજપ શું ચોખવટ આપે છે અને સુબ્રમણ્યમ સ્વામીની સલાહની ભાજપમાં શું અસર થાય છે તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે આનંદીબહેન પટેલની કડક હાથે કામ લેવાની છાપ હતી, તેમના કાર્યકાળમાં વિકાસના અનેક કામો થયા હતા તો સુબ્રમણ્યમ સ્વામીની છાપ પણ આખા બોલા નેતા તરીકેની છે, તેમણે દેશના રાજકારણમાં અનેક ઉથલ પાથલ કરેલી છે અને ગ્રાઉન્ડ પર કાર્યકરો હોય ના હોય પણ ટોચના લેવલે રાજકારણમાં તેમનું વર્ચસ્વ વર્ષોથી અકબંધ રાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *