- પ્રશાંત કિશોરે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પંજાબના ચીફ મિનિસ્ટર કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પોતાના પ્રિન્સિપલ એડવાઈઝર બનાવ્યા છે. તેઓ 2022માં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ તૈયાર કરવામાં મદદ કરશે. પ્રદેશ સરકારે તેમને કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો આપ્યો છે. જો કે પ્રશાંત કિશોરની સેલેરી 1 રૂપિયા જ હશે.
અમરિંદર સિંહે કહ્યું કે અમે પંજાબના લોકોની ભલાઈ માટે એક સાથે કામ કરવા માટે તૈયાર છીએ. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓએ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીની સાથે આ મુદ્દે વાત કરી હતી અને તેમના પરજ નિર્ણય છોડી દીધો હતો. પ્રશાંત કિશોરે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
UN માટે કામ કર્યું જે બાદ ચૂંટણી રણનીતિકાર બન્યા
- પ્રશાંત કિશોરે યુનાઈટેડ નેશન્સના હેલ્થ વર્કર તરીકે કામ કર્યું છે. 2011માં તેઓ ભારત પરત ફર્યા અને પોલિટિકલ પાર્ટીઓના ઈલેકશન કેમ્પેન સંભાળવા લાગ્યા.
- તેઓ બિહાર બોર્ડરથી નજીક યુપીના બલિયા જિલ્લાના રહેવાસી છે.તેઓએ સૌથી પહેલાં ભાજપ અને નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતમાં કેમ્પેઈન શરૂ કર્યું.
- 2012માં તેઓએ નરેન્દ્ર મોદીને ગુજરાતના CM બનાવવા માટે કેમ્પેઈનનું સુકાન પોતાના હાથોમાં લીધું. ત્યારે પ્રશાંત ગુજરાતના CM હાઉસમાં રહેતા હતા.
- 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રશાંત નરેન્દ્ર મોદીની કેમ્પેઈનના સ્ટ્રેટ જસ્ટિસ હતા. ત્યારે BJPને પૂર્ણ બહુમતી મળવાની પાછળ તેમની રણનીતિનો મહત્વનો રોલ રહ્યો હતો.
- જે બાદ પ્રશાંત કિશોરે પોતાની રણનીતિની મદદથી બિહાર ચૂંટણીમાં નીતિશ અને લાલુની સાથે મહાગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહ્યાં.
- જે બાદ જ કોંગ્રેસે યુપી અને પંજાબ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીમાં જીત અપાવવા માટે પ્રશાંત કિશોરને પોતાની સાથે કર્યા હતા.
પ્રશાંતનો અત્યાર સુધીનો રેકોર્ડ
1. યુપીમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ
યુપીમાં 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ હતી. ત્યારે પણ પ્રશાંત કિશોર કોંગ્રેસના રણનીતિકાર હતા. પાર્ટીએ સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન કર્યું હતું. ચૂંટણી પરિણામ આવ્યા બાદ પ્રશાંત કિશોરે આ હાર માટે સપાની સાથેના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે યુપીમાં ટોપ મેનેજમેન્ટે મળીને ફ્રીડમ સાથે કામ ન કરવા દીધું, આ હાર તેનું જ પરિણામ છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં માત્ર 7 જ બેઠક મળી હતી. આ આઝાદી પછીની પાર્ટીનો અત્યાર સુધીનું સૌથી ખરાબ પર્ફોમન્સ હતું.
2. JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા, જે બાદ સંબંધમાં ખટાશ આવી
બિહાર ચૂંટણીમાં JDUની શાનદાર જીત પછી નીતિશ કુમારે પ્રશાંત કિશોરને પાર્ટી જોઈન કરાવી હતી. તેઓને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ બંનેના સંબંધો બગડ્યા હતા. એક દિવસ અચાનક પ્રશાંત કિશોરે પ્રેસ કોન્ફરન્સ કરી રાજકીય પાર્ટી બનાવવાના સંકેત આપ્યા.
તેઓએ જાહેરાત કરી હતી કે બિહારને આગામી 10 વર્ષમાં દેશના અગ્રણી રાજ્યમાં લઈ જવાનો પ્લાન લઈને આવ્યા છે. તે અંતર્ગત આગામી 100 દિવસ સુધી પ્રદેશના ખૂણે-ખૂણે રહેલા બિહારના વિકાસ ઈચ્છનારાઓને સાથે જોડીશું. જાહેરાતના 30 દિવસ પછી જ પ્રશાંત કિશોર પ્રદેશના રાજકારણમાંથી નિષ્ક્રિય થઈ ગયા.
3. આંધ્રપ્રદેશમાં જગન મોહનની સરકાર બનડાવી
લોકસભા ચૂંટણી 2014માં પ્રશાંત કિશોર અને તેમની ટીમે જે રીતે ભાજપ માટે કામ કર્યુ, તેના રાજકીય પક્ષની નજરમાં તેમનું મહત્વ વધતું ગયું. PKના નામથી જાણીતા થયેલા પ્રશાંતની ટીમે આંધ્રપ્રદેશમાં YSR કોંગ્રેસ માટે કામ કર્યું અને એન. ચંદ્રાબાબુ નાયડૂ જેવા રાજનીતિના ધુરંધર ખેલાડીને હરાવીને વાઈએસ જગનમોહન રેડ્ડીને મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરી.
4. તામિલનાડુમાં DMKની સાથે
આ વર્ષે તામિલનાડુમાં ચૂંટણી થવાની છે. અહીં સીધો મુકાબલો DMK અને AIADMKની સાથે છે. AIADMKનું ભાજપની સાથે ગઠબંધન છે. થોડાં સમય પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે પ્રશાંત કિશોરની DMK પ્રમુખ એમકે સ્ટાલિન સાથે વાત થઈ ગઈ છે. પ્રશાંતની કંપની આઈ-પેક તામિલનાડુમાં ચૂંટણી પ્રબંધન માટે વોલેન્ટિયરની તહેનાતી કરશે.
તામિલનાડુના રાજકારણના એમ. કરૂણાનિધિ અને જયલલિતાના નિધન બાદ કોઈ મોટા નેતા નથી. વિધાનસભા ચૂંટણીમાં નિષ્ફળતા મળ્યા બાદ DMKએ લોકસભા ચૂંટણીમાં 38 સીટ જીતી હતી.
5. બંગાળમાં મમતા માટે કામ કરી રહ્યાં છે
પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સાથે કામ કરી રહ્યાં છે. જો કે TMCના નેતાઓને પ્રશાંતની દરમિયાનગીરી પસંદ નથી. મમતાની સાથે પાર્ટી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુકુલ રોય 2017માં અલગ થઈને ભાજપમાં ગયા હતા. હવે તો જાણે આ સિલસિલો શરૂ થઈ ગયો હોય તેમ છેલ્લાં કેટલાંક મહિનામાં શુભેન્દુ અધિકારી, રાજીવ બેનર્જી અને વૈશાલી ડાલમિયા સહિત અનેક મોટા ગ્રાઉન્ડ લેવલના નેતાઓ મમતાનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.