કર્ણાટકના ગદગ જિલ્લામાં, એક શિક્ષકે ચોથા ધોરણના વિદ્યાર્થીને માર માર્યો, પછી તેને શાળાના પહેલા માળની બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો. જેના કારણે વિદ્યાર્થીનું મોત થયું હતું. પોલીસે બાળકના પરિવારની ફરિયાદના આધારે શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ આરોપી શિક્ષક ફરાર છે.
ગડક જિલ્લાના વરિષ્ઠ એસપી શિવપ્રકાશ દેવરાજુએ જણાવ્યું કે મામલો હગલી ગામની આદર્શ પ્રાથમિક શાળા સાથે સંબંધિત છે. આરોપી કોન્ટ્રાક્ટ ટીચર હતો. તેનું નામ મુથપ્પા છે. મૃતક વિદ્યાર્થીનું નામ ભરત હતું. તે 10 વર્ષનો હતો.
વિદ્યાર્થીની માતાને પણ માર મારવામાં
આવ્યો પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શિક્ષકે વિદ્યાર્થી ભરતની માતા સાથે પણ મારપીટ કરી હતી, જે શાળામાં શિક્ષક પણ છે. હાલ તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ મારપીટનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
આ પહેલા દિલ્હીમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલની પાંચમા ધોરણની વિદ્યાર્થીની પર શિક્ષક દ્વારા કથિત રીતે કાતર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પછી તેને શાળાના બિલ્ડિંગના પહેલા માળેથી ફેંકી દેવામાં આવ્યો હતો, જેનાથી તેના ચહેરાના હાડકાં તૂટી ગયા હતા.