પાક. સાંસદના સગીરા સાથે નિકાહ:62 વર્ષના પાકિસ્તાની સાંસદે 14 વર્ષની બાળકી સાથે નિકાહ કર્યા, હવે પોલીસ તપાસ શરૂ

World

પાકિસ્તાનમાંથી એક હેરાન-પરેશાન કરી દે તેવા ન્યૂઝ સામે આવ્યા છે. અહીં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI-F)ના બલુચિસ્તાનના 62 વર્ષના સાંસદ મૌલાના સલાહઉદ્દીન અયુબીએ 14 વર્ષની બાળકી સાથે નિકાહ કર્યા છે. જોકે આ ઘટના થોડા સમય પહેલાંની છે, પરંતુ ત્યારે તે વિશે ચોક્કસ ખુલાસો નહતો થયો. હવે એક NGOની અપીલના આધારે પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. બાળકીના પિતાએ નિકાહનો ખુલાસો કરી દીધો છે.

પાકિસ્તાનમાં નિકાહ કાયદાની વાત કરવામાં આવે તો અહીં છોકરીઓની લગ્ન 16 વર્ષની ઉંમરે કરવામાં આવે છે. જો તેનાથી ઓછી ઉંમરે લગ્ન કરવામાં આવે તો તે કાયદાકીય રીતે ગુનો ગણવામાં આવે છે અને તે માટે સજા પણ આપવામાં આવે છે.

બાળકીનું બર્થ સર્ટીફિકેટ સામે આવ્યું
મૌલાના અયુબી બલુચિસ્તાનના ચિત્રાલથી સાંસદ છે. તેમણે આ મામલે હજીસુધી કોઈ રિએક્શન નથી આપ્યું. તેઓ મૌલાના ફઝલ-ઉર-રહમાનની પાર્ટીથી સાંસદ છે. રહમાન આ સમયે પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રન્ટ (PDM)ના નેતા છે. આ ફ્રન્ટ ઈમરાન સરકાર વિરુદ્ધ દેશમાં આંદોલન ચલાવી રહ્યું છે.
ધી ડોનના એક રિપોર્ટ પ્રમાણે, બાળકીની સ્કૂલનું સર્ટીફિકેટ મીડિયાને જાહેર કરી દીધું છે. તેમાં એમની ડેટ ઓફ બર્થ 28 ઓક્ટોબર 2006 જણાવવામાં આવી છે. ત્યારપછી એક લોકલ NGOએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. હવે તેની તપાસ કરાવવામાં આવી રહી છે.

માત્ર ખુલાસો હવે થયો
મૌલાના સાથે નિકાહની ઘટના ગયા વર્ષની છે. ત્યારે લોકલ મીડિયામાં આ પ્રમાણેના ન્યૂઝ આવ્યા હતા, જોકે ત્યારે પાક્કો ખુલાસો એટલા માટે ના થઈ શક્યો કારણકે મૌલાના અયુબી અથવા છોકરીના પરિવારને કઈ પણ બોલવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. હવે NGOની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
ચિત્રાલ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સજ્જાદ અહમદે ફરિયાદ નોંધાઈ હોવાનો ખુલાસો કર્યો છે. જોકે તેમણે એવું નથી જણાવ્યું કે, આ વિશે માત્ર ફરિયાદ નોંધવામાં આવી છે કે, FIR પણ કરવામાં આવી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, પોલીસ છોકરીના ઘરે પહોંચી અને તેના પિતાની પૂછપરછ કરી છે. પોલીસની સામે તેમણે લગ્નની વાતનો ઈનકાર કર્યો છે.

છોકરીના પિતાએ નિવેદન બદલી દીધુ
પોલીસની સામે છોકરીના પિતાએ મૌલાના અને પોતાની 14 વર્ષની દીકરીના લગ્નનો ઈનકાર કરી દીધો છે. હવે લોકલ એડ્મિનિસ્ટ્રેશનના બીજા ઓફિસર આ વિશે માહિતી લેવા તેમના ઘરે પહોંચ્યા તો છોકરીના પિતાએ તેમને વિશ્વાસ અપાવ્યો છે કે, જ્યાં સુધી દીકરી હવે 16 વર્ષની નહીં થઈ જાય ત્યાં સુધી તેઓ દીકરીને તે સાંસદના ઘરે વિદાય નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *