ઇટાલીમાં કબ્રસ્તાનમાં જગ્યા ન બચતાં સૈન્યની ટ્રકોમાં શબ બહાર મોકલાયાં

World

લોમ્બાર્ડી: ઇટાલીના લોમ્બાર્ડીમાં 15 ટ્રકમાં 97 શબ હોસ્પિટલમાંથી એક સાથે લઇ જવાયાં તો બધાની આંખો ભીની થઇ ગઇ. મૂળે બર્ગામોના કબ્રસ્તાનમાં શબો દફનાવવા જગ્યા જ નથી બચી. તેથી હોસ્પિટલોમાંથી શબોને બર્ગામો પ્રાંતની બહાર મોકલાયાં. શહેરનું શબઘર પણ ભરેલું છે. કબ્રસ્તાનમાં રોજ 24 શબ આવી રહ્યાં છે તેથી શબોને નજીકના પ્રાંતોમાં મોકલવાનો નિર્ણય લેવાયો. 50 સૈનિક આ કામમાં જોડાયા હતા. બર્ગામો પ્રાંતના ચર્ચ ઓફ ઓલ સેન્ટ્સના પાદરી માર્કો બરગામેલીએ કહ્યું કે રોજ સેંકડો લોકોનાં મોત થઇ રહ્યાં છે. અમને સમજાતું નથી કે તેમને ક્યાં દફનાવીએ?
લૉકડાઉનનો સમયગાળો લંબાવાશે: પીએમ

  • ઇટાલીના વડાપ્રધાન ગ્યુસેપ કોન્તેએ કહ્યું છે કે દેશમાં લૉકડાઉન 3 એપ્રિલ બાદ પણ લંબાઇ શકે છે.
  • 40 હજાર લોકોને લૉકડાઉન તોડવા બદલ દંડ ફટકારાયો છે. પોલીસ 7 લાખ લોકોનું ચેકિંગ કરી ચૂકી છે.
  • વો શહેરમાં 3,300 લોકોનું ટેસ્ટિંગ કરાયું. અહીં 24 કલાકમાં કોઇ નવો કેસ સામે નથી આવ્યો. ઇટાલીમાં કોરોનાથી સૌપ્રથમ મોત અહીં થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *