- કારમાં સવાર 8 લોકોમાંથી 2 મહિલાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે કારમાં સવાર 4 લોકો ઘાયલ ગયા છે
જિલ્લામાં ગુલાબપુરાની પાસે અજમેર-ભીલવાડા હાઈવે સ્થિત ખારી નદીની પુલિયા પર મોડી રાત્રે ટ્રક કન્ટેનરે કારને ટક્કર મારી છે. કારમાં સવાર મા-દીકરી અને પુત્રવધૂનાં મોત નીપજ્યાં છેસ જ્યારે 3 લોકો ઘાયલ થઈ ગયા છે. કારમાં સવાર તમામ લોકો કરેડાના રહેવાસી છે, જે હાલ ભીલવાડામાં રહેતા હતા.
ઘટના રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 79 પર ખારી નદી પુલિયા નજીકની છે, જ્યાં અજમેર તરફથી ભીલવાડા જઈ રહેલી અલ્ટો કારચાલકે સ્પીડબ્રેકર આવવાને કારણે અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળથી ધસમસતા આવી રહેલા કન્ટેનર ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી, જેનાથી કારમાં સવાર 8 લોકોમાંથી 2 મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે કારમાં સવાર 4 લોકો ઘાયલ થઈ ગયા છે. સૂચના મળ્યા બાદ ગુલાબપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને વિજયનગર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે એક પુરુષ અને બે મહિલાને ગંભીર હાલતમાં ભીલવાડા રિફર કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં સાસુ પ્રભાદેવી, દીકરી કિરણ જોશી અને પુત્રવધૂ સત્યવતી દેવીનાં મોત નીપજ્યાં છે.
કારમાં સવાર બે બાળકો સકુશળ
કારમાં સવાર 1 વર્ષ અને 3 વર્ષનાં બાળકોને એક ઉઝરડો પણ નથી આવ્યો અને બંને બાળકો સકુશળ છે. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં સવાર તમામ મૂળરૂપે કરેડાના રહેવાસી છે, જેઓ ભીલવાડામાં જ નિવાસ કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

પરિવારના સભ્યોને સૂચના આપવામાં આવી
મૃત મહિલાઓમાંથી એકનો મૃતદેહ વિજયનગર અને 2ના મૃતદેહ ગુલાબપુરા હોસ્પિટલની મોર્ચરીમાં છે, જેમના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે થોડા સમયે માટે માર્ગ બ્લોક થઈ ગયો હતો.