- સોનિયા ગાંધીએ કહ્યું- કોરોના સંકટમાં ડોક્ટર્સ, સફાઈકર્મીઓ, પોલીસ સહિત સરકારી ઓફિસર્સનું સતત કાર્યરત રહેવું કોઈ દેશભક્તિ કરતા ઓછું નથી
- અમે એકતા, અનુશાસન અને આત્મબળના ભાવથી કોરોનાને હરાવીશું, ક્યારેય હાર નહીં માનીએ
નવી દિલ્હી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરે તેના 3 કલાક પહેલાં દેશના નામે પોતાનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. 5 મિનિટ 45 સેકન્ડનો આ મેસેજ સવારે 7 વાગે કોંગ્રેસ ટ્વિટર એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સોનિયાએ આ વીડિયો દ્વારા મેડિકલ સ્ટાફ અને અન્ય તે લોકોનો આભાર માન્યો છે જે કોરોના વિરુદ્ધની લડાઈમાં મહત્વની ભૂમિકા નીભાવી રહ્યા છે. તે ઉપરાંત લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 વાગે દેશને સંબોધન કરવાના છે.
कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी का देश के नाम संदेश:-
कोरोना संकट में डॉक्टर्स, सफाईकर्मियों, पुलिस सहित सरकारी अधिकारियों के डटे रहने से बड़ी “देशभक्ति” कोई नहीं है। हम एकता, अनुशासन और आत्मबल के भाव से कोरोना को परास्त करेंगे। धैर्य एवं संयम के लिए देशवासियों का धन्यवाद।