મ્યાનમારના કચિન રાજ્યમાં સૌથી વધારે પ્રદર્શન થઈ રહ્યાં છે. જ્યાં સેના આંદોલનકારીઓનું દમન કરી રહી છે. તસવીરમાં પોતાના પરિવારને છોડી દેવા માટે આજીજી કરતી મહિલા દેખાઈ રહી છે.

મ્યાનમાર સાથે USએ છેડો ફાડ્યો:અમેરિકાએ કહ્યું – લોકતંત્ર બેઠું નહીં થાય ત્યાં સુધી મ્યાનમાર સાથે વેપાર નહીં કરીએ; બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિત 12 દેશ પણ વિરોધમાં ઊતર્યા

World

મ્યાનમારમાં સેનાના લોકો ઉપર વધતા જતા અત્યાચારને કારણે અમેરિકાએ સખત વલણ અપનાવ્યું છે. USએ મ્યાનમાર સાથે ટ્રેડ ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી લોકતંત્ર ફરીથી બેઠું ન થાય ત્યાં સુધી વેપાર ન કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા સાથે 12 અન્ય દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે પણ મ્યાનમારમાં સૈનિક શાસનનો વિરોધ કર્યો છે.

અમેરિકાની ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ કૈથરિન ટાઇએ સોમવારે જણાવ્યું હતું કે મ્યાનમાર પર આ કાર્યવાહી 2013ના ટ્રેડ એગ્રીમેન્ટને આધાર રાખી કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, અમે મ્યાનમારમાં જે લોકો લોકતંત્ર ફરીથી બેઠું કરવાના દિવસ-રાત પ્રયત્નો કરી રહ્યા છે, તે લોકોનું અમે સમર્થન કરીએ છીએ. અમે સામાન્ય માણસો પર અત્યાચાર કરનારી સેનાની ટીકા કરીએ છીએ.

ટાઇએ કહ્યું છે કે મ્યાનમારમાં આંદોલનકારીઓ, વિદ્યાર્થીઓ, મજૂર નેતાઓ અને બાળકોને મારવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓથી ઇન્ટરનેશનલ કમ્યુનિટી પરેશાન છે. મ્યાનમાર સામે કડકમાં કડક આર્થિક પ્રતિબંધો લગાવીને અમે ત્યાંના લોકોને સાથ આપવા માગીએ છીએ.

શનિવારે મ્યાનમારની આર્મીએ 114 લોકોની હત્યા કરી હતી. ત્યાર બાદ મોટા પ્રમાણમાં આંદોલનકારીઓ થાઇલેન્ડમાં ઘૂસી ગયા હતા.

શનિવારે મ્યાનમારની આર્મીએ 114 લોકોની હત્યા કરી હતી. ત્યાર બાદ મોટા પ્રમાણમાં આંદોલનકારીઓ થાઇલેન્ડમાં ઘૂસી ગયા હતા.

CSDએ મ્યાનમાર વિરુદ્ધ સ્ટેટમેન્ટ જાહેર કર્યું
12 દેશોના CDSએ મ્યાનમારની સેના સામે ગ્રુપ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. સ્ટેટમેન્ટ જાહેર કરનારા દેશોમાં અમેરિકા સિવાય ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ગ્રીસ, ઇટાલી, ડેનમાર્ક, જાપાન, નેધરલેન્ડ, ન્યૂઝિલેન્ડ, સાઉથ કોરિયા અને બ્રિટન પણ સામેલ છે. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, CDS તરીકે અમે મ્યાનમારની સેનાની ટીકા કરીએ છીએ.

મ્યાનમારની આર્મીએ જ્યારે લોકો પર ઓપન ફાયરિંગ શરૂ કર્યું ત્યારે લોકો જંગલના રસ્તેથી થાઇલેન્ડ તરફ ભાગવા લાગ્યા, પરંતુ થાઇલેન્ડમાંથી પણ તેમને ભગાડી મૂકવામાં આવ્યા.

મ્યાનમારની આર્મીએ જ્યારે લોકો પર ઓપન ફાયરિંગ શરૂ કર્યું ત્યારે લોકો જંગલના રસ્તેથી થાઇલેન્ડ તરફ ભાગવા લાગ્યા, પરંતુ થાઇલેન્ડમાંથી પણ તેમને ભગાડી મૂકવામાં આવ્યા.

અત્યારસુધીમાં 459 લોકો માર્યા ગયા
મ્યાનમારમાં અત્યારસુધીમાં 459 નાગરિકો સેના સાથેના ઘર્ષણમાં મૃત્યુ પામ્યા છે. સૌથી વધારે વિરોધ કચિન અને દેવેઈ રાજ્યમાં થઈ રહ્યો છે. મ્યાનમારમાં શનિવારે કાળો દિવસ બનીને આવ્યો હતો, જ્યારે સેનાએ એક જ દિવસમાં ત્યાંના 114 નાગરિકોને મારી નાંખ્યા હતા. સેનાની આ કાર્યવાહીમાં 13 વર્ષની એક બાળક પણ મોતને ભેટ્યું હતું. આ ઘટના સમયે બાળક તેના ઘરે હતું, છતાં સેનાએ ઓપન ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. મ્યાનમારની આર્મીએ 1લી ફેબ્રુઆરીએ સ્ટેટ ઇમરજન્સી ડે ઘોષિક કર્યો હતો. ત્યારબાદ તરત જ ત્યાંના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂની ધરપકડ કરી તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *