- ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ; ખંભાળિયામાં 12 , કલ્યાણપુરમાં 11 , દ્વારકામાં 9 , ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો
- આજે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગાંધીનગર. આજે સતત ચોથા દિવસે રાજ્યમાં વરસાદ મેઘમહેર જારી છે અને રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ 10 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત જૂનાગઢાના મેંદરડામાં 6 અને વિસાવદરમાં 5 મિમિ વરસાદ નોઁધાયો છે.
આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન નોઁધાયેલો 5 મિમિ સુધીનો વરસાદ
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
જૂનાગઢ | માળીયા | 24 |
જૂનાગઢ | જૂનાગઢ | 10 |
જૂનાગઢ | જૂનાગઢ શહેર | 10 |
રાજકોટ | જેતપુર | 10 |
જૂનાગઢ | મેંદરડા | 6 |
જૂનાગઢ | વિસાવદર | 5 |
કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહેશે.
દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક અને કચ્છ, જામનગર, પોરબંદરમાં પણ સારો વરસાદ
ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ થયા હતા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કલ્યાણપુરમાં 11 ઈંચ, દ્વારકામાં 9 ઈંચ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર રહી હતી. કચ્છના માંડવી અને મુન્દ્રામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગરના જામજોધપુર અને પોરબંદરના કુતિયાણામાં પણ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નખત્રાણા અને માણાવદરમાં 6 ઈંચ તેમજ જામનગરના લાલપુર અને પોરબંદરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગઈકાલે 7 જુલાઈએ રાજ્યમાં વરસેલા 1થી વધુ ઈંચ વરસાદના આંકડા
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 299 |
દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 285 |
દેવભૂમિ દ્વારકા | દ્વારકા | 229 |
દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 208 |
કચ્છ | માંડવી | 183 |
કચ્છ | મુન્દ્રા | 181 |
જામનગર | જામજોધપુર | 179 |
પોરબંદર | કુતિયાણા | 168 |
કચ્છ | નખત્રાણા | 154 |
જૂનાગઢ | માણાવદર | 139 |
જામનગર | લાલપુર | 120 |
પોરબંદર | પોરબંદર | 115 |
પોરબંદર | રાણાવાવ | 95 |
રાજકોટ | ઉપલેટા | 88 |
જામનગર | જામનગર | 84 |
કચ્છ | અબડાસા | 76 |
જામનગર | કાલાવડ | 74 |
જૂનાગઢ | મેંદરડા | 66 |
કચ્છ | લખપત | 60 |
રાજકોટ | ધોરાજી | 50 |
જૂનાગઢ | વંથલી | 99 |
જૂનાગઢ | જૂનાગઢ | 48 |
જૂનાગઢ | જૂનાગઢ શહેર | 48 |
જૂનાગઢ | કેશોદ | 47 |
જૂનાગઢ | વિસાવદર | 41 |
સુરત | સુરત શહેર | 40 |
જામનગર | ધ્રોલ | 37 |
વલસાડ | ઉમરગામ | 37 |
સાબરકાંઠા | વિજયનગર | 33 |
નવસારી | જલાલપોર | 31 |
જૂનાગઢ | માળીયા | 30 |
રાજકોટ | જામકંડોરણા | 29 |
જૂનાગઢ | ભેસણ | 28 |
ભરૂચ | હાંસોટ | 28 |
જામનગર | જોડિયા | 27 |
કચ્છ | ભુજ | 25 |