સોમવારે સવારે ટીવી ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘ગુલાબો’નું પાત્ર ભજવનાર દિવ્યા ભટનાગરનું કોરોનાથી મોત નીપજ્યું. થોડા દિવસ પહેલા કોરોના વાયરસનો શિકાર થયા હતા.
- ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર
- દિવ્યા ભટનાગર કોરોના સામે જંગ હારી
- રાત્રે 2 વાગ્યે તબીબત લથડી હતી
કોરોના સામે જંગ હારી ‘ગુલાબો’
છેલ્લા કેટલાક દિવસથી વેન્ટીલેટર પર જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહેલ અભિનેત્રી દિવ્યા ભટનાગરનું નિધન થયું. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં તેમણે ગુલાબોનું પાત્ર ભજવ્યું હતું અને કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ગોરેગાંવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોરોનાએ લીધો જીવ
દિવ્યાની હાલત ઘણા સમયથી ગંભીર હતી અને ઓક્સીજન લેવલ પણ ઓછો થઇ ગયેલ હતો જેના કારણે વેન્ટીલેટર રાખવામાં આવેલ હતી. દિવ્યાએ ઘણા દિવસ સુધી મોત સામે જંગ લડી પરંતુ સોમવારે સવારે દિવ્યા આ જંગ હારી ગઈ અને દુનિયાને અલવિદા કહ્યું.
અન્ય કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ
અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું અને દિવ્યાની મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કોઈ સાથે ન હતું ત્યારે તું સાથે હતી. મને ખબર છે કે જિંદગીએ તારા પર ખૂબ અત્યાચાર કર્યા છે અને તું દર્દમાં હતી પણ હવે તું સારી જગ્યાએ છે જ્યાં દુઃખ દર્દ જેવું કશું જ હોતું નથી. ભગવાન તારી આત્માને શાંતિ આપે અને તું ખૂબ જલ્દી જતી રહી…
દિવ્યાના મિત્ર યુવરાજ રઘુવંશીએ પણ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે દિવ્યાનું નિધન સવારે 3 વાગ્યે થયું અને દિવ્યાને 7 હિલ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી, રાત્ત્રે 2 વાગ્યે દિવ્યાને તબિયત અચાનક ખૂબ બગડી ગઈ અને 3 વાગ્યે તબીબોએ કહ્યું કે દિવ્યા હવે આ દુનિયામાં નથી રહી.
દિવ્યાની માતાએ વર્ણવ્યું હતું દિવ્યાના જીવનનું દુઃખ
નોંધનીય છે કે દિવ્યાની માતાએ દિવ્યાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિવ્યાની માએ ગગનને ફ્રોડ ગણાવ્યો અને કહ્યું કે તે દિવ્યાને છોડીને જતી રહ્યો તેની તબિયત વિશે પણ ન પૂછ્યું.