ડોલવણમાં 11, માંડવીમાં 10 ઈંચ વરસાદ, ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો

Gujarat
  • વાલોડ-વ્યારામાં 7 ઈંચ, વાંસદા-મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો
  • વઘઈ, બારડોલી, સોનગઢ અને ગણદેવીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો

સુરત. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકમાં એક ફૂટ જેટલા પાણી ફરી વળ્યા

આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સમગ્ર ગુજરાતના ઉપર બની છે. જેથી આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ચાર દિવસ વરસાદની આગાહી કરાઈ છે.

વાલોડના ઇદગાહ ફળિયા,પટેલ શોપિંગ સેન્ટર,બાપુ નગર,રામ રહીમ નગર, શેઢીફળીયા, નુરાની ફળીયા, કાલુનગરમાં પાણી ભરાયા

તમામ 32 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. વાલોડ-વ્યારામાં 7 ઈંચ, વાંસદા-મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે વઘઈ, બારડોલી, સોનગઢ અને ગણદેવીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં 4 ઈંચ વરસાદ, બે તાલુકામાં 3 ઈંચ, 4 તાલુકામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

માંડવી તાલુકામાં 10 ઇંચ વરસાદના કારણે પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઇ ગયા

દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે, અનેક કોઝવે બંધ
દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

ડોલવણમાં 11 ઈંચ વરસાદ નોંધાતા પંથકમાં પસાર થતી નદીઓમાં ઘોડાપૂર

છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકોવરસાદ(ઈંચમાં)
ડોલવણ11
માંડવી10
વાલોડ7
વ્યારા7
વાંસદા6
મહુવા6
વઘઈ5
બારડોલી5
સોનગઢ5
ગણદેવી5
આહવા4
ઉમરપાડા4
ધરમપુર4
ચીખલી4
ચોર્યાસી4
પલસાણા4
હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો
મિઢોળા નદી પર રિવરફ્રન્ટ પણ પાણીથી ભરાઈ ગયા
બારડોલી નજીક આવેલા મઢીમાં પાણીનાં નિકાલના અભાવે પાણી ભરાઇ ગયું
કડોદના ગામીત ફળિયા, હનુમાન ફળિયામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા
વાંકાનેર ગામમાં વરસાદી પાણી ભરાઇ ગયા
પલસોદ ગામના નીચાણવાળા વિસ્તાર ઉપરાંત હળવતિ વાસમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા
કાછલ ગામે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણીના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *