કારની આગળની સીટમાં બેસનારા પ્રવાસી માટે પણ એરબેગ ફરજિયાત કરાવાય એવી શક્યતા છે. આ અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.
નિયમ લાગુ થયા પછી ડ્રાઈવર અને તેની બાજુની સીટ માટે એરબેગ જરૂરી બની જશે. હાલમાં કારની ડ્રાઈવરની સીટ માટે એરબેગ ફરજિયાત છે. નવી કારમાં આ નિયમ લાગુ કરવા માટે 1 એપ્રિલ 2021ની તારીખ નક્કી કરાઈ છે, જ્યારે વર્તમાન મોડલમાં લાગુ કરવાની તારીખ 1 જૂન 2021 છે.