અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાન ઇન્ટેલેજીન્સ એજન્સી સાથે સંકળાયેલો એક જાસૂસની ધરપકડ કરી છે. આરોપીની શહેરના કોટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ શખ્સ અમદાવાદમાંથી ભારતીય કંપનીઓના સિમ કાર્ડ ખરીદી પાકિસ્તાન મોકલતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું છે. હાલ ક્રાઈમ બ્રાંચ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
મળતી મહિતી મુજબ કોટ વિસ્તારમાંથી ઝડપાયેલો આ આરોપી ભારતીય ટેલીકોમ કંપનીના સિમ કાર્ડ ખરીદીને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીને મોકલતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે જ આ ઓપરેશન પાર પડ્યું હતુ અને આ વ્યક્તિની મોડી રાતે ધરપકડ કરી લીધી છે. આ આરોપી ખરેખર કોણ છે અને તેના ઇરાદા શું હતા તે અંગે તપાસ ચાલી રહી છે. આ વ્યક્તિ કઈ રીતે સિમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો અને આ સીમ કાર્ડનો શું ઉપયોગ થતો હતો એ અંગે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે.
ટેરર ફંડિંગ પર લાગમ લગાવવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નિર્દેશ પર દેશની અન્ય એજન્સીઓએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના આઠ રાજ્યોના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. PFI ગુજરાતમાં સક્રિય નથી, પરંતુ તેનો રાજકીય પક્ષ SDPI છે. ગુજરાતમાં 15 લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
