ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ક્યારે થશે..? તેવી ઉત્કંઠા સમગ્ર રાજ્યમાં જોવા મળી રહે છે. સત્તાધારી ભાજપ પક્ષ તેમના રાજ્ય સરકાર દ્વારા દરરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રચારના કાર્યકમો યોજાઈ રહ્યા છે.
આ તમામ સંજોગો વચ્ચે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે માત્ર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
વડાપ્રધાનનો તા. ૧૦ ઓક્ટોબરના જામનગરમાં કાર્યક્રમ યોજાય જાય પછી ચૂંટણી જાહેર થવાની શક્યતા હતી… પણ હવે તા. ૧૯ ઓક્ટોબરે રાજકોટમાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાનાર છે. સંભવતઃ આ તેમનો અને સરકારનો ચૂંટણી પહેલાનો અંતિમ કાર્યક્રમ હશે. પરિણામે તા. ૨૦ ઓક્ટબરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે અને તે દિવસથી જ સમગ્ર રાજ્યમાં ચૂંટણીની આચાર સંહિતા લાગુ થઈ જશે.