પહેલા નંબર પર શક્તિસિંહ રહશે, સેકન્ડ પ્રેફરન્સ ભરતસિંહ સોલંકીનો રહેશે
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને દિલ્હી ખાતે આયોજીત કોંગ્રેસ હાઇકમાન્ડની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી એમ બંને ચૂંટણી લડશે. જો કે પહેલા નંબર પર શક્તિસિંહ રહેશે અને સેકન્ડ પ્રેફરન્સ ભરતસિંહ સોલંકીનો રહેશે. આમ શક્તિસિંહની જીતની શક્યતાઓ વધી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા અન્ય ધારાસભ્યોને કોંગ્રેસ દ્વારા જયપુરના શિવ વિલાસ પેલેસમાં લઇ જવાયા છે. કોંગ્રેસ દ્વારા પુરતું સંખ્યાબળ હોવાનો દોવા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ પહેલા શક્તિસિંહ અથવા ભરતસિંહમાંથી ગમે તે એકનું નામ પરત ખેંચવા અંગે ચર્ચાઓ શરૂ થઇ હતી.