- અજમેરના પુષ્કર સુધી મોટી સંખ્યામાં તીડ પહોંચી ચૂક્યાં છે
બાડમેર. પાકિસ્તાન તરફથી ત્રણ મહિના બાદ ફરી એક વખત રાજસ્થાનમાં તીડનું મોટું આક્રમણ થયું છે. પાછલા 9-10 દિવસોમાં તીડ રાજસ્થાનના 8 જિલ્લામાં પહોંચી ગયાં છે. ભારત- પાક બોર્ડરથી 500 કિલોમીટર દૂર અજમેરના પુષ્કર સુધી મોટી સંખ્યામાં તીડ પહોંચી ચૂક્યાં છે.
તીડ કંટ્રોલ વિભાગ નિષ્ક્રિય
તીડના નિયંત્રણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કોઈ ખાસ કામ કર્યું નથી. એપ્રિલ-મે મહિનાથી એલર્ટ જારી કરી દેવાયું હતું અને તીડ આજે રાજસ્થાનના આઠ જિલ્લામાં ફેલાઈ ગયાં છે ત્યારે તીડ કંટ્રોલ વિભાગ તો હજુ નિયંત્રણ માટે ડ્રોન અને હેલિકોપ્ટરના ટેન્ડર બહાર પાડવાની વાતો કરી રહ્યું છે.