ટાગોર હોલ ખાતે બોર્ડની પરિક્ષા બાદ કારકિર્દીની માહિતી આપતો સેમિનાર યોજાયો

Ahmedabad Gujarat
  • સેમિનારમાં ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને માતા-પિતા ઉપસ્થિત રહ્યા.
  • વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ અને પેમેન્ટ અને સ્કોલરશીપ માટે ડિજિટલ માધ્યમોની સમજ આપવામાં આવી.

આજના સ્પર્ધાત્મક યુગમાં ખાસ કરીને ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરિક્ષાઓ આપ્યા બાદ વિદ્યાર્થીઓ કારકીર્દીનું ચયન કરવા સ્વાભાવિકપણે ભારે માનસિક દબાણ અને તણાવ અનુભવે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતે નક્કી કરેલા કોર્સ અને માતા પિતાની અપેક્ષાઓ વચ્ચે કારકિર્દી માટે અસમંજસમાં હોય છે,આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને માતા-પિતાને યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યના સપનાને સાકાર કરી શકે તે હેતુથી અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ (એઇજી) દ્વારા ટાગોર હોલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે અમદાવાદની ૧૫૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા તથા ૧,૦૦,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રતિનિધિત્વ કરતા રજીસ્ટર્ડ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન નિયમિતપણે વિવિધ પ્રવૃત્તિઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે.

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરમેનશ્રી શ્રી વિજય મારુ, પ્રમૂખ શ્રી સતીશ શાહ તથા કમિટી મેમ્બર અને સ્પોનસર દ્વારા માતા સરસ્વતીનું દિપ પ્રાગટય કરવામાં આવ્યું. સેમિનારનું આયોજન કરવાના ઉદ્દેશ્ય અને તેનાથી ખાસ કરીને વિદ્યાર્થીઓને થનારા લાભ અંગે માહિતી આપવામાં આવી.

સેમિનારના વક્તા ડૉ. મનીષ દોશી દ્વારા ઇજનેરી શાખા અને ડો. રાજેન્દ્ર ઉપાધ્યાય દ્વારા વાણિજ્ય શાખા બાબતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ધો. 10 બાદ અને ધો. 12 બાદ સાયન્સ, કોમર્સ અને આર્ટસમાં વિવિધ કારકિર્દી માટેના અવસરો વિશે વિસ્તારથી માહિતી આપી હતી તથા વિધાર્થીઓને મુઝવી રહેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનમાં તમામ ક્ષેત્રો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે અને શિક્ષણક્ષેત્ર પણ તેમાંથી બાકાત રહ્યું નથી. આજે મોટાભાગની પ્રવેશ વ્યવસ્થા તથા અન્ય ફોર્મ ભરવા માટે યુનિવર્સિટી અને કોલેજ દ્વારા ઓનલાઇન એપ્લીકેશન અને ફી ભરવાના વિકલ્પો પૂરા પાડવામાં આવે છે તે તથા વિવિધ સ્કોલરશીપની વિસ્તૃત સમજ પુરી પાડવામાં આવી હતી.

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત Career Guidance Seminar પ્રમુખ શ્રી સતીષભાઈ શાહના ઉદબોધનથી શરૂ થયો હતો. કાર્યક્ર્મનું સંચાલન  શ્રી સુહાગભાઇ પંચાલ દ્વારા  કરવામાં આવ્યું હતું. ડૉ. મનીષ દોશીનો પરિચય મિડિયા એડવાઇઝર શ્રી હેમાંગ રાવલ દ્વારા તથા ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાયનો પરિચય  ચીફ એડવાઇઝર શ્રી ઝંકૃત આચાર્ય દ્વારા આપવમાં આવ્યો હતો, કાર્યક્ર્મના સફળ આયોજનમાં સેક્રેટરી શ્રી રામ આહિર, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાકેશ પરમાર, શ્રી સંદિપ ત્રિવેદી,શ્રી સરજુ ચૌહાણ, શ્રી વિરલ શાહ તથા ઝોન સેક્રેટરી શ્રી દિપક પરમાર, શ્રીમતી રોનાલી પટેલ, શ્રી શિવકુમાર મૌર્ય, શ્રી હેમંત ચૌહાણ, શ્રી મનીષ પંચાલ ખજાનચી શ્રી મનીષ વ્યાસ તથા કમિટી સભ્યો શ્રી બિપીન ખંડવી,શ્રી સંજય પરમાર, શ્રી અમિત રાજપૂત, મુકેશ પરમાર તથા મીડિયા કો-કોરડીનેટર નિલેશ જોશીનું સુંદર યોગદાન રહ્યું હતું. કાર્યક્રમમાં વિનીત ઇન્સ્ટિટ્યૂટ, સ્વિફ્ટ સોલ્યુશન, BrainZ Institute of Design દ્વારા Sponsorship મળી હતી. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ આયોજિત Career Guidance Seminar AEGની ટીમના સહિયારા પ્રયાસથી સફળતા પૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને  હળવા નાસ્તા સાથે Career Guidance પુસ્તિકા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *