માનવતાની તસવીર:સોપોરમાં આતંકીઓના નિશાન બનેલા દાદાની બોડી ઉપર ત્રણ વર્ષનો પૌત્ર બેસી ગયો, જવાને તેને બચાવ્યો

india

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાંથી હ્રદયને કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે. અહીં સવારે આતંકવાદીઓએ CRPF ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન ફાયરિંગમાં એક વ્યક્તિ અને ત્રણ વર્ષનું બાળક ઝપટમાં આવી ગયા હતા. 

હુમલામાં વ્યક્તિનું મોત થઈ ગયું. જે તસવીરો સામે આવી તેમા ફાયરિંગની વચ્ચે બાળક તે વ્યક્તિની બોડી ઉપર બેસી ગયું. કોઈ ડર વગર આમતેમ ફરતું જોવા મળ્યું. જવાનોએ તેને બચાવી લીધું.  જોકે સોશિયલ મીડિયા ઉપર તેને પિતા બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં તે દાદા અને પૌત્ર છે. બાળક મૃત દાદાની છાતી ઉપર બેસી ગયું હતું.

ઘટના સ્થળેથી એક જવાને બાળકને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યું હતું. આ દરમિયાન સતત બાળક સાથે વાત કરી કરી હતી.
ઘટના સ્થળેથી એક જવાને બાળકને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યું હતું. આ દરમિયાન સતત બાળક સાથે વાત કરી કરી હતી.

જવાને બાળકને ગાડીમાં બેસાડ્યો
જવાને બાળકને ગાડીમાં બેસાડ્યો

બાળકને ખાવા માટે બિસ્કીટ અપાયા હતા.
બાળકને ખાવા માટે બિસ્કીટ અપાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *