ગુજરાત: આજરોજ અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ – ગુજરાતના પ્રમુખ શ્રી નીલેશ જોશીના માર્ગદર્શન અનુસાર કુદરતી અમુલ્ય સંપતિ એવા વૃક્ષો કે જે કુદરતી આફત (તાઉતે વાવાઝોડા) માં પડી ગયા છે, તૂટી ગયા છે અથવા તો કપાય ગયા છે તે દરેક જગ્યા એ એક વૃક્ષની સામે ૦૩ નવા વૃક્ષનું રોપવા નું આયોજન ABMNS ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું, તે સંદર્ભે ૧૦ જુલાઈ ૨૦૨૧ ના રોજ ABMNS ટીમ ભાવનગર દ્વારા ભાવનગર શહેર થી શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત આજરોજ તા.૨૩/૦૭/૨૦૨૧ ને શુક્રવારે પ્લાન્ટેશન વલ્ડઁવાઈડ અભિયાન – ૨૦૨૧ (વૃક્ષારોપણ એક દિવસ)ના સહકાર સાથે અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના ગુજરાત રાજ્યના તમામ જિલ્લા/તાલુકા/શહેરના હોદ્દેદારો દ્વારા આશરે ૧૧૦૦૦ વૃક્ષાનું રોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ અંગે વધુ માં વધુ લોકજાગૃતિ અર્થે વૃક્ષો રોપવાની પ્રેરણા મળે તે અનુસંધાને સંગઠનના પ્રમુખશ્રી નિલેશ જોષીના નિર્દેશ અનુસાર તમામ હોદેદારો દ્વારા તેમના વૃક્ષારોપણ ના ફોટા પાડી, પોતાના નામ અને નંબર સાથે સોશિયલ મિડીયામાં માં મુકવામાં માટે નું આવાહન પણ કરવામાં આવ્યું હતું.
આપ સર્વે મીડિયાના મિત્રોને વિનંતી છે કે ABMNS દ્વારા કરવામાં આવેલ આ પ્રેરણાત્મક કાયઁક્રમને આપના મિડીયા માધ્યમ દ્વારા સંપાદીત કરી પ્રોત્સાહિત કરશો.
દિપક પરમાર,
પ્રવકતા,
અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ – ગુજરાત