BCCI

ભારત પાસેથી છીનવાઈ જશે વર્લ્ડકપની યજમાની ? મોટી મુશ્કેલીમાં મુકાયું BCCI

Sports

જો બોર્ડ કેન્દ્ર સરકાર પાસેથી ટેક્સ છૂટ નહીં લઈ શકે તો ICC વર્લ્ડકપને અન્ય દેશમાં ખસેડશે

નવીદિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આવતાં વર્ષે યોજાનારા વન-ડે વર્લ્ડકપને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારત આ ટૂર્નામેન્ટનું યજમાન છે જેમાં અન્ય દેશોની ટીમો ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઈ એક સાથે બે મોરચે લડી રહ્યું છે. એટલું જ નહીં જો મામલાનો ઉકેલ ન આવ્યો તો આઈસીસી આ વર્લ્ડકપને ભારતમાંથી કોઈ અન્ય દેશમાં સ્થળાંતરિત કરી શકે છે.

એક બાજુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસી સમક્ષ બીસીસીઆઈ વિરુદ્ધ હુમલાઓ કરી રહ્યું છે. આ સાથે જ ભારતીય બોર્ડ કેન્દ્ર સરકાર સાથે ટેક્સના મુદ્દે પણ લડાઈ લડી રહ્યું છે. આઈસીસીએ બીસીસીઆઈને કરાધાનના મામલાને ઉકેલવાનો નિર્દેશ આપ્યો છે. જો તે આવું નહીં કરી શકે તો આઈસીસી વર્લ્ડકપની યજમાની ભારત પાસેથી છીનવી લેશે.

ભારતે 2016માં ટી-20 વર્લ્ડકપની યજમાની કરી હતી. ત્યારે પણ બીસીસીઆઈ ટેક્સના મુદ્દાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ નિવડ્યું હતું. આઈસીસીએ બીસીસીઆઈના વાર્ષિક હિસ્સામાંથી 190 કરોડ રૂપિયા કાપી લીધા છે. આ વખતે આઈસીસીએ ટેક્સ બિલને વધારીને 21.84% અથવા 116 મિલિયન ડોલર (900 કરોડ) કર્યું છે. જો બીસીસીઆઈ ભારત સરકારને વિશ્ર્વકપ-2023 માટે કરછૂટ માટે રાજી ન કરી શક્યું તો બોર્ડને 900 કરોડ રૂપિયાનું નુક્સાન જઈ શકે છે.

બીસીસીઆઈએ હજુ સુધી આ મામલે કોઈ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. જો કે સૂત્રો કહી રહ્યા છે કે ટેક્સ મામલાને લઈને બોર્ડે અત્યાર સુધી કશું કર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *