- ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે.
- જ્યારે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.
અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 3/4 દિવસથી દરરોજ સતત 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકોના મોત થઈ રહ્યા છે. સાથે જ રોજ 400થી વધુ લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 37,636 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.
ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.
8થી 10 જુલાઇ સુધી હાઇકોર્ટ બંધ રહેશે
ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 જણાંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી ત્રણ દિવસ સુધી હાઇકોર્ટ બંધ રહેશે. જેમાં તારીખ 8, 9 અને 10 જુલાઈ એમ ત્રણ દિવસ હાઇકોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. હાઇકોર્ટની બિલ્ડિંગ સહિત હોલ અને કેમ્પસને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. આગામી 8 અને 9 જુલાઈના રોજ આવતી સુનાવણીઓ હવે આગામી 13 અને 14 તારીખ યોજવામાં આવશે.
4 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ, અમદાવાદમાં 200થી ઓછા કેસ
તારીખ | કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
30 મે | 412(284) |
31 મે | 438 (299) |
1 જૂન | 423(314) |
2 જૂન | 415(279) |
3 જૂન | 485(290) |
4 જૂન | 492(291) |
5 જૂન | 510(324) |
6 જૂન | 498(289) |
7 જૂન | 480(318) |
8 જૂન | 477(346) |
9 જૂન | 470(331) |
10 જૂન | 510(343) |
11 જૂન | 513(330) |
12 જૂન | 495(327) |
13 જૂન | 517 (344) |
14 જૂન | 511(334) |
15 જૂન | 514(327) |
16 જૂન | 524(332) |
17 જૂન | 520(330) |
18 જૂન | 510(317) |
19 જૂન | 540(312) |
20 જૂન | 539 (306) |
21 જૂન | 580(273) |
22 જૂન | 563(314) |
23 જૂન | 549(235) |
24 જૂન | 572(215) |
25 જૂન | 577 (238) |
26 જૂન | 580(219) |
27 જૂન | 615(211) |
28 જૂન | 624(211) |
29 જૂન | 626(236) |
30 જૂન | 620(197) |
1 જુલાઈ | 675(215) |
2 જુલાઈ | 681(211) |
3 જુલાઈ | 687(204) |
4 જુલાઈ | 712(172) |
5 જુલાઈ | 725(177) |
6 જુલાઈ | 735(183) |
7 જુલાઈ | 778(187) |
કુલ 37,636 દર્દી,1,979ના મોત અને 26,744 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 22,262 | 1,498 | 17,193 |
સુરત | 6,458 | 192 | 4083 |
વડોદરા | 2701 | 51 | 1897 |
ગાંધીનગર | 754 | 32 | 559 |
ભાવનગર | 394 | 13 | 193 |
બનાસકાંઠા | 264 | 14 | 176 |
આણંદ | 256 | 13 | 216 |
અરવલ્લી | 233 | 24 | 190 |
રાજકોટ | 470 | 12 | 158 |
મહેસાણા | 344 | 12 | 164 |
પંચમહાલ | 220 | 16 | 158 |
બોટાદ | 105 | 3 | 69 |
મહીસાગર | 161 | 2 | 118 |
પાટણ | 254 | 17 | 137 |
ખેડા | 228 | 13 | 144 |
સાબરકાંઠા | 211 | 9 | 131 |
જામનગર | 289 | 5 | 158 |
ભરૂચ | 329 | 10 | 163 |
કચ્છ | 209 | 6 | 110 |
દાહોદ | 85 | 1 | 49 |
ગીર-સોમનાથ | 94 | 1 | 51 |
છોટાઉદેપુર | 66 | 2 | 50 |
વલસાડ | 250 | 5 | 85 |
નર્મદા | 96 | 0 | 88 |
દેવભૂમિ દ્વારકા | 28 | 2 | 18 |
જૂનાગઢ | 198 | 4 | 68 |
નવસારી | 166 | 2 | 82 |
પોરબંદર | 21 | 2 | 15 |
સુરેન્દ્રનગર | 211 | 8 | 118 |
મોરબી | 48 | 1 | 19 |
તાપી | 28 | 0 | 8 |
ડાંગ | 4 | 0 | 4 |
અમરેલી | 111 | 8 | 48 |
અન્ય રાજ્ય | 88 | 1 | 24 |
કુલ | 37,636 | 1,979 | 26,744 |