ઈ-સિગારેટ

ચીનથી મુન્દ્રા આવેલા કન્ટેનરમાંથી 48 કરોડની ઈ-સિગારેટનો જથ્થો જપ્ત

Gujarat

કન્ટેનર પર ડીઆરઆઈનીની નજર હોવાની જાણ થતાં દુબઈ મોકલવાનો પ્રયાસ કરાયો

ચીનથી મુંદ્રા પોર્ટ પર આવી પહોંચેલા બે કંટેનરને ડીઆરઆઈની ટીમે જાંચ પડતાલ હાથ ધરતા તેની દાણચોરી સાથે જોડાયેલા આયાતકાર તત્વોને ગંધ આવી જતા તેમણે બન્ને કન્ટેનરના બીએલને બદલાવીને દુબઈ મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાહોશ ડીઆરઆઈએ બન્ને કંટેનરને મુંદ્રામાં જ ઉતરાવીને તપાસ કરતા એકમાંથી ઈ સિગારેટની 2,00,400 સ્ટિક્સ મળી આવી હતી. જેની બજાર કિંમત અનુસાર 48 કરોડ થવા જાય છે. તો બીજા કંટેનરમાંથી મીસડિક્લેશનનો જથ્થો મળી આવ્યો હતો. મુંદ્રા એપસેઝથી નિકળેલા કંટૅનરોમાંથી સુરત પાસે ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યા બાદથી કેંદ્રીય તપાસનીસ એજન્સીઓનો ડોળો કચ્છમાં કંડલા અને મુંદ્રા પર લાગેલો છે ત્યારે સુરત અને અમદાવાદ ડીઆરઆઈનું વધુ એક મોટુ સંયુક્ત ઓપરેશન શનિવારના હાથ ધરાયું હતું. ચીનથી મુંદ્રા પોર્ટ પર વેસલમાં આવી પહોંચેલા કંટેનરમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી હતી, જે આધારે કંટેનર ઉતરવાની સ્વાભાવિક પુછપરછમાં જ આયાતકારોને એજન્સીની નજર હોવાની ગંધ આવી જતા તેની બીએલમાં આયાતકારો અને ષડયંત્રકારીઓએ તુરંત પરિવર્તન કરીને તેને મુંદ્રા નહિ પરંતુ દુબઈના જેબલ અલી પોર્ટમાં ઉતરાવાની પ્રક્રિયાનો નાકામ પ્રયાસ કર્યો હતો.

પરંતુ આજ સમયગાળામાં સતર્ક ડીઆરઆઈના અધિકારીઓને બન્ને કંટેનર ઉતારીને એક ખોલીને તપાસ આદરતા તેમાંથી 2,00,400 સ્ટિક્ગ્સ ઈ સિગારેટ મળી આવી હતી. જેની ભારતીય મુલ્ય સાથે તપાસ કરતા અંદાજે કિંમત 48 કરોડ થવા જાય છે. તો બીજા કંટેનરમાંથી પણ મીસડિક્લેરેશન પ્રમાણનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ તેમાંથી ઈ સિગારેટનો જથ્થો મળ્યો નહતો. નોંધવુ રહ્યું કે ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પરજ ભારત સરકારે અગાઉથી પ્રતિબંધ જાહેર કરેલો છે. કરોડોની ગેરરીતી આચરનાર આ આયાતકારી પેઢી ભુજ સ્થિત હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ સુરત પાસે ડીઆરઆઈએ ઝડપેલા એક કન્ટેનરમાંથી આવી જ રીતે કરોડોની ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભેજ ભુજમાં પણ દરોડા પડ્યા હતા. હવે ફરી પાછો આવો કાર્ગો મળી આવતા સબંધિત વર્તુળોમાં હડકંપ મચ્યો છે. ભારતમાં એક ઈ- સિગારેટ 2 હજારથી 3 હજારની કિંમતમાં માર્કેટમાં વેંચાય છે, જેના આયાત પર સંપુર્ણ પ્રતિબંધ હોવા છતાં ચોરી છુપી થી તેને ઘુસાડવાનો સતત પ્રયાસ કરાતો રહે છે.

મુન્દ્રામાં જપ્ત 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં ત્રણ વધુ આરોપી ઝડપાયા

મુન્દ્રા બંદરેથી સપ્ટેમ્બર 2021માં રૂ. 21,000 કરોડના હેરોઈનની જપ્તીના સંબંધમાં વિશેષ અદાલતે શનિવારે એક અફઘાન નાગરિક અને અન્ય બેને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની 10 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરે જણાવ્યું હતું કે, ડ્રગની હેરાફેરીના સંબંધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *