- ટ્વીટર ટ્રેન્ડ 7 નંબર પર છવાયો
- સમગ્ર ગુજરાતમાં કોચિંગ ક્લાસિસ શરૂ કરવાની સંચાલકો, વાલી, વિદ્યાર્થીઓની માંગ
અમદાવાદ, ગુજરાત: સમગ્ર ગુજરાતમાં એક લાખથી વધારે કોચિંગ અને ટ્યુશન ક્લાસીસ આવેલા છે, જેની સાથે 15 લાખથી વધારે શિક્ષકોના પરિવારો જોડાયેલા છે. ક્લાસીસ બંધ હોવાના કારણે આ 15 લાખ પરિવારો અને તેમની સાથે જોડાયેલ અન્યને ઘરખર્ચ, ભાડું, લોનના હપ્તા જેવી અનેક મુશ્કેલીઓ પડી રહી છે. જેમ સરકારે વોટર પાર્ક, હોટલ વગેરેને મ્યુનિસિપલ ટેક્સ માફ કર્યો છે તેમ સમગ્ર ગુજરાતના ક્લાસિસનો ટેક્સ પણ માફ કરવો જોઈએ અને ક્લાસીસમાં ભણાવવા આવતા શિક્ષકોને કેશડોલની સહાય આપવી જોઈએ.

24 જૂન – ગુરુવારના રોજ સવારે ૯ કલાકથી ટ્વીટર પર #હવે_સમજો_તો_સારું ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય માંગ હતી કે…
- પ્રોપર SOP સાથે ખાનગી કોચિંગ ક્લાસિસને ચાલુ કરવા મંજૂરી આપવામાં આવે
- મ્યુનિસિપલ ટેક્સ માફી અને કેશડોલ આપવામાં આવે

આ સાથે અન્ય ટ્વીટ પણ વાયરલ થઈ હતી જેમાં પ્રતિષ્ઠિત મિડીયા, વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત ભાજપ, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તેમજ ગુજરાત કોંગ્રેસને ટેગ કરવામાં આવ્યા હતા.
હેમાંગ રાવલ મીડિયા એડવાઇઝર ઉપપ્રમુખ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન – ગુજરાત