આંતરીક સર્વેમાં પેટાચૂંટણીમાં ભાજપની હાર પાક્કી? પાટીલને તાબડતોડ દિલ્હીનું તેડુ: સૂત્ર

Gujarat Politics Politics

પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. C R Patil દ્વારા કચ્છનો પ્રવાસ તાબડતોડ રદ કરી દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

  • સી.આર.પાટીલનો કચ્છ પ્રવાસ રદ
  • પેટાચૂંટણીન આંતરિક સર્વે ચોંકાવનારો
  • આંતરિક સર્વેમાં કેટલીક બેઠકો પર પરાજ્યની શકયતા

ગુજરાતમાં પેટાચૂંટણી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના આંતરિક સર્વેમાં પેટાચૂંટણી આઠ બેઠકો હારવાના પરિણામ આવ્યા હોવાને કારણે હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત C R પાટીલને કચ્છનો પ્રવાસ રદ કરીને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું ગાંધીનગરમાં ચર્ચાઈ રહ્યું છે. પાટીલ હાલ તો દિલ્હી પહોંચ્યા છે જ્યાં ગુજરાતમાં પેટાચૂંટણીની આગામી રણનીતિ તૈયાર થઈ શકે તેમ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

કહેવાઈ રહ્યું છે કે, ખુદ પાટીલ અને સ્થાનિક કાર્યકરો તેમજ દિલ્હી હાઈકમાન્ડના વિચારો અલગ અલગ દિશાઓમાં ફંટાઈ રહ્યા છે અને એના લીધે જ ભાજપને પેટાચૂંટણીમાં હાર મળી શકે તેમ છે. 

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી, ભારતીય જન પરિષદ, બહુજન મહાપાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય ટ્રાયબલ પાર્ટી, ઈન્ડિયન એલાયન્સ પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ

બેઠકભાજપના ઉમેદવારકોંગ્રેસના ઉમેદવાર
અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજાડો.શાંતિલાલ સંઘાણી
મોરબીબ્રિજેશ મેરજાજયંતીલાલ પટેલ
ધારીજે.વી. કાકડિયાસુરેશ કોટડિયા
કરજણઅક્ષય પટેલકિરીટસિંહ જાડેજા
ગઢડાઆત્મરામ પરમારમોહનલાલ સોલંકી
કપરાડાજિતુ ચૌધરીબાબુભાઈ વરઠા
ડાંગવિજય પટેલસૂર્યકાંત ગામિત
લીંબડીકિરીટસિંહ રાણાચેતન ખાચર

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.

8 MLAએ રાજીનામાં આપતા યોજાશે પેટાચૂંટણી

8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાશે. અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત અને લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *