ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એ ભારત બંધ ના સમર્થનમાં કર્યું અનોખું ટ્વિટ

Gujarat Gujarat Politics india Politics

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ સોશિયલ મીડિયા પર ખુબજ જાણીતું અને ચર્ચિત નામ છે કારણ કે તેઓ તેમની ઈનોવેટિવ અને પ્રજાલક્ષી ટ્વિટ માટે ખુબજ લોકપ્રિય છે

તેઓએ આજે તા 5/12 ના રોજ ટ્વિટર ના માધ્યમથી ભારત બંધના સમર્થનમાં એક અનોખું ટ્વિટ કરીને જણાવેલ કે

7/12 માં નામ રાખવું હોય તો ,

8/12 ના ભારત બંધ માં જોડાજો.

#BharatBandh

નવસર્જનગુજરાતના વાચક મિત્રોને જણાવી દઈએ કે 7/12 નો ઉતારો એ એક જમીન માલિકી દર્શાવતા પુરાવા નો દસ્તાવેજ છે અને તારીખ 8/12 મંગળવાર ના રોજ ભાજપ દ્વારા બનાવેલ ખેડૂત કાયદા ના વિરોધમાં ખેડૂતો દ્વારા રાષ્ટ્ર વ્યાપી બંધ નું એલાન આપેલ છે કે જેને કોંગ્રેસ નું સમર્થન છે આમ 7/12 અને 8/12 નો પ્રાસ મેળવીને માર્મિક ટ્વિટ દ્વારા ખુબજ અસરકારક રીતે ખેડુતોની માંગ ને સમર્થન કરીને રજૂઆત કરેલ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *