- દક્ષિણ ગુજરાતમાં 9 અને 11 ઓક્ટોબરના વરસાદની શક્યતા
બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા 9 અને 11 ઓક્ટબરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા શિયાળાને લઇને હજુ પણ આગામી 15 દિવસ રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં હજુ પણ થોડા દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ઉકળા રહેશે. પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભરપૂર રહ્યું છે.
અંદાજે રાજ્યભરમાં 135 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક ડેમ ઓવરફલો થયેલા જોવા મળ્યાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ શિયાળા માટે 15 દિવસની રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.