સીમા વિવાદને લઈને ભારતનાં કડક વલણ બાદ ચીન નમવા માટે મજબૂર થઈ ગયું છે. અને તેના સૈનિકોને પીછે હટ કરવી પડી છે. ચીની સૈનિકોને ખદેડવા પાછળનું મોટું કારણ સરકારની લીલી ઝંડી હતી. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પોતે એક ન્યૂઝ પેપરને જણાવ્યું કે સરકાર તરફથી આર્મીને ચુશૂલ સેક્ટર અને પૂર્વ લદ્દાખમાં 6થી 7 જગ્યાઓ પર કબ્જો કરવા અને સ્થિતિને મજબૂત કરવાની છુટ અપાઈ છે.
- ચીનની સહમતિની ભારત રાહ જોઈ રહ્યું છે
- ભારતે લેકના દક્ષિણમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે
- સરકાર તરફથી આર્મીને આ જગ્યાઓ પર કબ્જો કરવા અને સ્થિતિને મજબૂત કરવાની છુટ અપાઈ
ભારતે લેકના દક્ષિણમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે
રાજનીતિક નિર્દેશ બાજ આર્મીએ ચીનની સેનાને ખદેડવાનો પૂરો પ્લાન બનાવ્યો હતો. ઓગસ્ટના અંતમાં સેનાએ મુખપરી, રેજાંગ લા અને ગુરુંગની અનેક ટોચ પર કબ્જો કરી લીધો અને પેંગોંગ લેકના દક્ષિણમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

ચીનની સહમતિની ભારત રાહ જોઈ રહ્યું છે
અધિકારીઓનું કહેવું છે કે મેમાં સરકારે આર્મીને નિર્દેશ આપ્યો હતો કે 6 -7 જગ્યાઓ પર આગળ વધી જાવ. અધિકારીઓનું કહેવું છે કે આમાં કેટલીક જગ્યાઓ એલએસીની પેલે પાર હતી. આ જ કારણે ભારતે ચીનને શરતો માનવા મજબૂર કર્યુ. અધિકારીઓનું કહેવું છે કે નવમાં ચરણની વાતચીત માટે આપવામાં આવેલા મેમો પર ચીનની સહમતિની ભારત રાહ જોઈ રહ્યું છે.

મે મહિનાથી સરહદ પર ચાલી રહ્યો છે તણાવ
સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના નેતૃત્વ કરનારા અને લાંબા સમયથી રાષ્ટ્રપતિ પદ પર કાયમ રહેનારા 67 વર્ષના શી જિનપિંગ સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષ પણ છે. જે દેશના 20 લાખ સૈનિકોની ક્ષમતા વાળી સેનાના સર્વોચ્ચ કમાન છે. અહીં સ્પષ્ટ કરી દેવું જોઈએ કે ભારત અને ચીનની વચ્ચે મે મહિનાથી તણાવની સ્થિતિ ચાલી રહી છે અને તેને ઘટાડવા માટે લગભગ 8 વખત ચર્ચાઓ થઈ ચૂકી છે. મળતા રિપોર્ટ અનુસાર સીએમસીની બેઠકમાં શી જિનપિંગે નવા સમય માટે સેનાને મજબૂત કરવાની સાથે સૈન્ય રણનીતિ પર પાર્ટીના વિચારોને લાગૂ કરવા પર ભાર મૂક્યો છે.