ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે નોટબંધીની છઠ્ઠી વરસી નિમિત્તે જુની ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટના રેખાચિત્ર ઉપર ફુલહાર – અગરબત્તી કરી અનોખી રીતે વિરોધ નોંધાવાયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે નોટબંધીની છઠ્ઠી વરસીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. જુની ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટના રેખાચિત્ર ઉપર ફુલહાર કરી અને અગરબત્તી કરી રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, એ.આઈ.સી.સી. પ્રવક્તાશ્રી આલોક શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ અને કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.