રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 1,60,772 ટેસ્ટ થયા,જેમાંથી 12,539 પોઝિટિવ અને 1,48,233 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે

Ahmedabad Gujarat

  • ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 398 કોરોના નોંધાયેલા છે
  • અત્યારસુધીમાં કોરોનાથી 749એ જીવ ગુમાવ્યાં જ્યારે 5219 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે

અમદાવાદ. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 1,60,772 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12,539 પોઝિટિવ અને 1,48,233 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુંઆંક 749એ પહોંચ્યો છે અને 5219 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 398 કોરોના નોંધાયેલા છે, જેમાં અમદાવાદમાં 271, સુરતમાં 37, વડોદરામાં 26, મહીસાગર અને પાટણમાં 15-15, કચ્છમાં 4, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગરમાં 3-3, બનાસકાંઠા, ખેડા, આણંદ, વલસાડમાં 2-2, જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયો છે.
છ ટાઇપના સરકારી બ્લોક નં. 1થી 13ના વિસ્તારને કન્ટેઇમનેન્ટ એરિયા જાહેર કરાયો
ગાંધીનગરના સેક્ટર 22માં કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સેક્ટર 22માં સુવિધા કચેરી તેમજ પોસ્ટ ઓફિસ નજીક આવેલા છ ટાઇપના સરકારી બ્લોક નં. 1થી 13માં આવેલા અંદાજી 78 મકાનોમાં 333 જટેલી વસ્તી ધરાવતા સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. 
રાજ્ય મંત્રી મંડળની સતત 8મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક મળી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની સતત 8મી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી અને અન્યમંત્રીઓ સંબંધિત જિલ્લા મથકોએ કલેકટર કચેરીથી આ વીડિયો કોન્ફરન્સ  કેબિનેટ બેઠકમાં સહભાગી થયા હતા.

રાજ્યમાં સતત 22માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ  કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે391(271)

કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં DCGIના લાયસન્સની જરૂર નથીઃ જયંતિ રવિ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ ધમણ-1 ને લઈને સ્પષ્ટતા કરી હતી. ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ધમણ-1 વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ.

કુલ 12539 દર્દી, 749ના મોત અને 5219 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ92166023130
સુરત119356783
વડોદરા72632463
ગાંધીનગર193882
ભાવનગર114884
બનાસકાંઠા88478
આણંદ85875
અરવલ્લી86375
રાજકોટ82252
મહેસાણા80351
પંચમહાલ71656
બોટાદ56154
મહીસાગર68138
પાટણ68425
ખેડા53125
સાબરકાંઠા49320
જામનગર43222
ભરૂચ37326
કચ્છ5716
દાહોદ29016
ગીર-સોમનાથ2803
છોટાઉદેપુર22014
વલસાડ1714
નર્મદા13012
દેવભૂમિ દ્વારકા1202
જૂનાગઢ1303
નવસારી1108
પોરબંદર503
સુરેન્દ્રનગર1303
મોરબી202
તાપી302
ડાંગ202
અમરેલી200
અન્ય રાજ્ય200
કુલ12,5397495219

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *