સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર છેલ્લા થોડા સમયથી રતન ટાટાને ભારત રત્ન આપવાનું કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. જેના પર ટાટાએ જવાબ આપ્યો છે.
- રતન ટાટાએ સોશ્યલ મિડીયા પર આપ્યો જવાબ
- રતન ટાટાને ભારત રત્ન આપવા ઉઠી માગ
- ટાટા જ ભારતનું અસલી રતન છે

ભારત રત્ન ભારતનું સૌથી સર્વોચ્ચ સન્માન છે. ટાટા ગ્રુપના પૂર્વ ચૅરમેન રતન ટાટાને આ સન્માન આપવા માટે ટ્વિટર પર #BharatRatnaForRatanTata હૅશટેગ પણ યુઝ કરવામાં આવી રહ્યું છે. હવે ખુદ રતન ટાટાએ આ વાત પર જવાબ આપ્યો છે. તેમણે કેમ્પેઇન બંધ કરવાની માગ કરી અને કહ્યું કે તે ભારતીય હોવાને ભાગ્યશાળી માને છે.
રતન ટાટાએ પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યુ છે કે, હું ટ્વિટર પર મને ભારતરત્ન મળે તેવી માગ કરનારા લોકોનું હું સન્માન કરુ છુ પરંતુ મારુ નમ્ર નિવેદન છે કે આ પ્રકારના કેમ્પેનને બંધ કરી દેવામાં આવે. મને ભારતીય હોવા પર ગર્વ છે.
ટ્વિટર પર રતન ટાટાને ભારત રત્ન આપવાની માગ કરનારા કેટલાક યુઝર્સ લખે છે કે રતન ભારતના અસલી રતન છે માટે તેમને ભારત રત્ન મળવું જોઇએ.
રતન ટાટા પૂર્વ કર્મચારીના ઘરે પહોંચ્યા હતા
83 વર્ષના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા પોતાની માનવતા માટે જાણીતા છે. તેમણે ફરી એક વાર એવી જ માનવતા દર્શાવી છે. પોતાના કર્મચારીઓ માટે તે ઘણી કલ્યાણકારી યોજના પણ ચલાવે છે. આ વખતે તેમણે પોતે અચાનક પોતાના એક પૂર્વ કર્મચારીના ઘરે પહોંચીને દરેકને ચોંકાવી દીધા હતા. આ વખતે રતન ટાટા પૂર્વ કર્મચારીના હાલ પૂછવા પહોંચ્યા હતા.
હાલમાં જ રતન ટાટા પૂણે પહોંચ્યા હતા અને ત્યાંથી તે સીધા પોતાના પૂર્વ કર્મચારીના ઘરે પહોંચી ગયા હતા. તેમણે કર્મચારીના હાલચાલ પૂછ્યા અને તે મુંબઇથી ખાસ તેના હાલચાલ પૂછવા જ પહોંચ્યા હતા. રતન ટાટાને જ્યારે ખબર પડી કે તેમનો આ કર્મચારી બે વર્ષથી બિમાર છે તો તે રોકી શક્યા નહી અને પૂણે ગયા હતા.

પૂર્વ કર્મચારી થયો હેરાન
રતન ટાટાએ પોતાનો આ પ્રવાસ સંપૂર્ણ રીતે વ્યક્તિગત રાખ્યો હતો. કોઇ પણ મિડીયાવાળાને આ વાતની માહિતી આપવામાં આવી ન હતી. તે ચૂપચાપ પૂણેની સોસાયટીમાં પહોંચ્યા અને પૂર્વ કર્મચારીને મળ્યા. રતન ટાટાને જોઇને કર્મચારી પણ હેરાન થઇ ગયો હતો. તેને પોતાની આંખો પર વિશ્વાસ જ ન થયો.
બપોરના 3 વાગે પહોંચ્યા
ટાટા ગ્રુપના સર્વેશ્વર રતન ટાટા રવિવારે લગભગ 3 વાગે બપોરે પૂણે પહોંચ્યા હતા. ટાટા ભીડ અને કોઇ પણ સુરક્ષા વગર અહીં પહોંચી ગયા હતા. ટાટા અહીં લગભગ 30 મિનીટ જેવુ રોકાયા અને બાદમાં ઘરે પહોંચી ગયા હતા.
સોસાયટીવાળા પણ હેરાન
સોસાયટીમાં રહેનારી અંજલિઆ જણાવ્યું કે રતન ટાટા જોવામાં એટલા સહજ હતા કે તેમને જોઇને એવું લાગે જ નહી કે તે આટલા મોટા ઉદ્યોગપતિ છે. તેમનામાં સહેજ પણ ઘમંડ નહોતો અને સોસાયટીમાં ટાટાની 2 ગાડીઓ સામેલ થઇ હતી. તેમાંથી એક ગાડીમાંથી તે નીચે ઉતર્યા અને સીધા લિફ્ટમાં જતા રહ્યાં હતા. તેમને જોઇને લાગ્યું કે આ રતન ટાટા છે. જ્યારે તેણે કર્મચારીઓને પૂછ્યુ ત્યારે તેમણે પણ એવું જ કહ્યું કે હાં આ રતન ટાટા છે.