નિર્ણય પાછો ખેંચાયો:મોંઘવારીના મારથી ત્રસ્ત મધ્યમવર્ગના વિરોધ બાદ વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય 12 કલાકમાં જ પાછો ખેંચાયો

india
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે સવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી
  • સરકારે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો, બચત યોજનાઓ પરના વ્યાજદર યથાવત્ રહેશે

સરકારે ગઈકાલે રાત્રે નાની બચતની વિવિધ યોજનાઓ પરના વ્યાજદરોમાં જે ધરખમ ઘટાડો જાહેર કર્યો હતો એ આજે પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. 1લી એપ્રિલથી જે વિવિધ બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એને પાછો ખેંચી લેવાયો છે, એટલે કે અગાઉના વ્યાજદરો યથાવત્ જળવાઈ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ત્રિમાસિક ગાળા પ્રમાણે જ નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજદરો રહેશે.

નાણાં મંત્રાલયે ગઈકાલે વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો
નાણાં મંત્રાલયે ગઈકાલે રાત્રે વિવિધ બચત થાપણો પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારે 1લી એપ્રિલથી અમલી બને એ રીતે બચત-થાપણો પર વાર્ષિક ધોરણે મળતા વ્યાજમાં ધરખમ ઘટાડો કર્યો હતો. આ વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)પર વાર્ષિક ધોરણે મળતા 7.1 ટકા વ્યાજને પણ 0.6 બેસિસ પોઇન્ટ ઘટાડી 6.4 ટકા કરી દીધો હતો. આ તમામ વ્યાજદરોમાં કરેલો આ ઘટાડો મોકૂફ રાખ્યો છે.

સરકારે ગઈકાલે વ્યાજદરોમાં ધરખમ ઘટાડો કરવા અંગે જાહેરાત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *