કલાસીસ સંચાલકોના ધર્મપત્નીઓને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા “નારી સન્માન” એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા

Ahmedabad Gujarat
  • અમદાવાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની માહિતી દર્શાવતી ઉપયોગી ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું

અમદાવાદ: અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ દ્વારા તારીખ 5/12/21ને રવિવારના રોજ હોટલ ગ્રીન ડેઝર્ટ, એસ.જી.હાઈવે, અમદાવાદ ખાતે દિવાળી ગેટ ટુ ગેધર નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

AEG ના ચેરમેન શ્રી વિજયભાઈ મારૂ, પ્રમુખશ્રી સતિષભાઈ શાહ, સેક્રેટરીશ્રી સરજુભાઈ ચૌહાણ, ખજાનચીશ્રી મનીષભાઈ પંચાલ, મીડિયા એડવાઇઝર શ્રી હેમાંગભાઈ રાવલ,પૂર્વ પ્રમુખશ્રી સુહાગભાઈ પંચાલ, ઝંકૃતભાઈ આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં AEGના કલાસીસ સંચાલકોના ધર્મપત્નીનું ક્રાઉન પહેરાવી અને તેમના ફોટાવાળા પ્રિન્ટેડ દુપટ્ટા  સાથે નારી શક્તિ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કલાસીસ સંચાલકોના ધર્મપત્નીઓને સ્ટેજ ફાળવવામાં આવ્યું હતું અને નારી શક્તિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની માહિતી દર્શાવતી ઉપયોગી ડાયરીનું વિમોચન અગ્રણી શિક્ષણવિદો દ્વારા કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં 500થી વધુ શૈક્ષણિક પરિવારોના સભ્યોએ ભાગ લીધો હતો જેના મુખ્ય મહેમાન શ્રી નીતીનભાઇ પટેલ (જાણીતા ઉદ્યોગપતિ), અતિથિ વિશેષ ડૉ વનીતાબેન રાકેશભાઈ વ્યાસ તથા જ્યોતિબેન તલાટી (એડવોકેટ) નારી સન્માન સમારંભમાં પધારી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ ના મુખ્ય સ્પોન્સર પારૂલ યુનિવર્સિટી દ્વારા તેમની યુનિવર્સિટી અને તેના દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કોર્ષ વિશેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બાળકો માટે ખુલ્લા ગ્રાઉન્ડમાં વિવિધ પ્રકારની ગેમ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે: શ્રી સંદીપભાઈ ત્રિવેદી તથા રોનાલીબેન પટેલ, શ્રી રાકેશભાઈ પરમાર, શ્રી વિરલ ભાઈ શાહ, શ્રી મનીષભાઈ વ્યાસ, શ્રી રામભાઈ આહિર, બિપીનભાઈ ખંડવી, શ્રી સંજયભાઈ પરમાર, શ્રી અમિતભાઈ રાજપુત, શ્રી હેમંતભાઈ ચૌહાણ, શ્રી દીપકભાઈ પરમાર, શ્રી નીલેશભાઈ જોષી, શ્રી મુકેશભાઈ પરમાર, શ્રી શિવકુમાર, શ્રી કેતણભાઈ પંચાલ, ડૉ. કોમલ યાજ્ઞિક, સેજલબેન પટેલ, ગીતાબેન પટેલ, કૃતિબેન ત્રિવેદી, નિકિતાબેન દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *