સંસદની આરોગ્ય સંબંધિત સમિતિનો અહેવાલ: લોકડાઉનમાં મહિલાઓ અનિચ્છનીય ગર્ભધારણ, અસુરક્ષિત ગર્ભપાત માટે મજબૂર થઈ, હિંસા વધી

india

કોરોના કાળમાં ખાસ કરીને લૉકડાઉનમાં ભારત સહિત દુનિયાભરમાં મહિલાઓ સાથે ઘરેલુ હિંસાના કેસમાં ઘણો વધારો થયો. ભારતમાં આ દરમિયાન હેલ્થ કેર સિસ્ટમ ગંભીર રીતે પ્રભાવિત થઈ. મોટી સંખ્યામાં મહિલાઓએ અનિચ્છનીય ગર્ભધારણ કર્યા અને અસુરક્ષિત ગર્ભપાત માટે પણ મજબૂર થઈ. આ સ્થિતિમાં સંસદની આરોગ્ય સંબંધિત સ્થાયી સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે.

સમિતિએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં ટીવી લગાવવામાં આવે

  • સમિતિએ લૉકડાઉનમાં મહિલાઓની માનસિક, આર્થિક, સામાજિક, સ્વાસ્થ્ય અને યૌનસંબંધિત સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમાં કહ્યું છે કે, ચીન, બ્રિટન-અમેરિકા જેવા બીજા દેશોના અહેવાલોના આંકડા ભયાવહ છે.
  • લૉકડાઉનમાં યૌન અને પ્રજનનસંબંધિત સેવાઓને પણ હચમચાવી દીધી. તેમાંથી બહાર આવવા માટે ચોક્કસ રૂપરેખા ઘડાય.
  • મહિલાઓ સાથે ઘરેલુ હિંસા પણ ‌વધી. હિંસા અને યૌનહિંસાનો શિકાર બનેલી આવી મહિલાઓની ઓળખ કરાય. આ માટે વિશેષ હોટલાઈન, ટેલિમિડિસિન સર્વિસ, રેપ ક્રાઈસીસ સેન્ટર અને કાઉન્સેલિંગની વ્યવસ્થા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ માન્યું છે કે, ભારતમાં કોરોના કાળમાં મહિલાઓ પ્રત્યે ઘરેલુ હિંસામાં વધારો થયો છે.
  • આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં ટીવી લગાવાયા. કારણ કે, અનેક વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર નથી લઈ શકતા.
  • આ દરમિયાન લાખો મહિલાઓ બેકાર થઈ, જેનાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ પર ગંભીર પ્રભાવ પડ્યો. મોટા ભાગની મહિલાઓ ઈનફોર્મલ સેક્ટરમાં કામ કરે છે. તેમની સામાજિક સુરક્ષા માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવે.

18 લાખથી વધુ મહિલાઓ અનિચ્છનીય ગર્ભને ખતમ ના કરાવી શકી
એક અભ્યાસ પ્રમાણે, લૉકડાઉનમાં 25 માર્ચથી જૂન વચ્ચે આશરે 18.5 લાખ મહિલાઓ અનિચ્છનીય ગર્ભ ખતમ ના કરાવી શકી. તેમાંથી આશરે 80% મહિલાઓ તો દવા ના મળવાથી ગર્ભપાત ના કરાવી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *