- તેજપ્રતાપ પાસે 2.83 કરોડ રૂપિયાની સંપત્તિ, 2015માં 2 કરોડ રૂપિયા હતી
- આ વખતે તેજપ્રતાપ પર 5 કેસ ચાલી રહ્યા છે, ગત વખતની ચૂંટણીમાં એક કેસ હતો
તેજપ્રતાપ યાદવ… બિહારમાં કદાચ જ કોઈ એવું હશે, જેને આ નામ વિશે ખબર નહીં હોય. તે બિહારના સૌથી મોટા રાજકીય પરિવાર સાથે સંબંધ રાખે છે. તે બિહારના મુખ્યમંત્રી રહી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ અને રાબડીદેવીના દીકરા છે. તેજપ્રતાપ 25 વર્ષના હતા ત્યારે ધારાસભ્ય બની ગયા હતા. બીજી વખત ફરી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ વખતે બીજી જગ્યાએથી. ગત વખતે મહુઆથી લડ્યા હતા, આ વખતે હસનપુરથી મેદાનમાં છે.
તેજપ્રતાપે મંગળવારે નોમિનેશન દાખલ કર્યું છે. તેની સંપત્તિ 5 વર્ષમાં 83 લાખ રૂપિયા વધી છે. 2015માં તેની પાસે 2 કરોડ રૂપિયાની સંપત્તિ હતી અને આ વખતે 2 કરોડ 83 લાખ રૂપિયા.
5 વર્ષમાં ગાડીઓની કિંમતમાં એક રૂપિયાનો પણ ઘટાડો નહીં
આપણે જ્યારે ખરીદીએ છીએ તો એની કિંમત દર વર્ષે ઘટી જાય છે, પણ તેજપ્રતાપની ગાડીઓની કિંમતમાં એક રૂપિયાનો પણ ઘટાડો થયો નથી. તેની પાસે બે ગાડી છે. એક CBR 1000RR બાઈક, જે 15.46 લાખ રૂપિયાની છે. બીજી છે 29.43 લાખ રૂપિયાની BMW. આ બન્ને ગાડીની કિંમત 2015 વખતે પણ આટલી જ હતી.
2019-20માં ત્રણ લાખથી વધુ ટેક્સ જમા કરાવ્યો તેજપ્રતાપે 2016-17માં 6.79 લાખ રૂપિયા અને 2017-18માં 6.90 લાખ રૂપિયા ટેક્સ ભર્યો હતો, પણ 2018-19માં 2.11 લાખ રૂપિયા જ ટેક્સ જમા કરાવ્યો, જ્યારે 2019-20માં 3.11 લાખ રૂપિયાનું ITR ફાઈલ કર્યું છે.

તેજપ્રતાપ પર 5 ક્રિમિનલ કેસ, એક કેસ તો ડિવોર્સનો જ છે
તેજપ્રતાપ પર ગત વખતની ચૂંટણી સમયે એક કેસ હતો, પણ આ વખતે તેમને તેમની પર 5 કેસ હોવાનું જણાવ્યું છે, જેમાંથી પહેલો કેસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને બીજો કેસ એપિડેમિક ડિઝીઝના વોયલેશનનો છે. એક કેસ આર્મ્સ એક્ટનો ચાલી રહ્યો છે.
બાકીના બે કેસમાંથી એક તો તેમના જ ડિવોર્સનો છે. તેજપ્રતાપ યાદવના લગ્ન 12 મે 2018ના રોજ ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે થયા હતા. ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગા પ્રસાદ રાયની પૌત્રી છે. ચંદ્રિકા રાય સારમ જિલ્લાના પરસા બેઠક પરથી 8 વખત ધારાસભ્ય રહી ચૂકી છે.

તેજપ્રતાપના લગ્ન મે 2018માં થયા હતા અને નવેમ્બર 2018માં ડિવોર્સની અરજી કરી હતી.
તેને લાલુના અંગત નેતાઓમાં ગણવામાં આવે છે, પણ તેજપ્રતાપ અને ઐશ્વર્યાના સંબંધ બગડ્યા પછી તેમણે RJD છોડીને JDU જોઈન કરી લીધી. ચંદ્રિકા રાય આ વખતે JDUની ટિકિટ પર પરસાથી લડશે. આ ઉપરાંત એક ઘરેલુ હિંસાનો પણ કેસ છે.
