કોંગ્રેસ દ્વારા સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદી ગૌરવ યાત્રાનો પ્રારંભ, 1171કિમી યાત્રાનો જાણો શું છે ઉદ્દેશ્ય

Gujarat Gujarat Politics Politics

કોંગ્રેસ દ્વારા આઝાદીના 75માં વર્ષે “આઝાદી ગૌરવ યાત્રા” નું આયોજન, સાબરમતી આશ્રમથી પગપાળા યાત્રાની શરુઆત

  • કોંગ્રેસ આઝાદીના 75માં વર્ષે “આઝાદી ગૌરવ યાત્રા” 
  • 1171 કિલોમીટરની “આઝાદી ગૌરવ યાત્રા”નું આયોજન 
  • યાત્રા દ્વારા લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ 

આજે ભાજપનો સ્થાપના દિવસ છે. ભાજપ દ્વારા સ્થાપના દિનની ઉજવણીને લઇને બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યુ છે તો આ તરફ કોંગ્રેસ દ્વારા આઝાદીના 75માં વર્ષે  “આઝાદી ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની સાબરમતી આશ્રમથી શરુઆત કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સફેદ વસ્ત્રો પહેરીને હાથમાં તિરંગો લઇને પગપાળા યાત્રા શરુ કરવામાં આવી છે. 

સાબરમતી આશ્રમથી રાજઘાટ સુધી યાત્રા

આઝાદીના 75માં વર્ષની કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ બે જગ્યાએથી યાત્રાની શરુઆત કરવામાં આવી છે. અમદાવાદના ગાંધીઆશ્રમમાં આ યાત્રાની શરુઆત કરવામાં આવી છે. પદયાત્રા સ્વરુપે કોંગ્રેસની સેવા દળની ટીમ છે તે અમદાવાદ ગાંધી આશ્રમથી દિલ્હી રાજઘાટ સુધી એટલે કે 1175 કિમીની યાત્રા લઇને જઇ રહ્યા છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.  આ અંગે કોંગ્રેસના  લાલજીભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે 75 વર્ષ પછી આ દેશમાં બીજી લડાઇ લડવાની જરુર હોય તેમ લાગી રહ્યુ છે. 

આઝાદી ગૌરવ યાત્રાનો શું છે ઉદ્દેશ્ય ?

અમદાવાદ સાબરમતી આશ્રમથી દિલ્લી રાજઘાટ સુધીની યાત્રા જશે. 58 દિવસમાં કુલ 1171 કિલોમીટર યાત્રા ચાલશે. ગુજરાતમાં 10 દિવસ વિવિધ જિલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. કુલ  3 લાખ લોકો સુધી સીધા પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. દરેક ગામમાંથી અન્ન. પાણી અને માટી લેવામાં આવશે. આ પાણી અને માટીથી રાજઘાટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે.  75 યાત્રીઓ પદયાત્રા સતત જારી રાખશે. આઝાદી માટેના બલિદાનોની વાત લોકો વચ્ચે લઇ જશે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ કામગીરીથી લોકોને વાકેફ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *