- કોંગ્રેસના 8 ધારાસભ્યનાં રાજીનામાં બાદ વિધાનસભાની 8 બેઠક ખાલી પડી છે
કોંગ્રેસના 8 ધારાસભ્યનાં રાજીનામાં બાદ ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી ક્યારે યોજાશે એને લઈને સતત ચર્ચા થતી રહે છે. જોકે કોરોના મહામારીના કારણે પેટાચૂંટણી પાછી ઠેલાઈ રહી હતી. હવે કેન્દ્રીય ચૂંટણીપંચ આજે બપોરે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરવાનું છે અને માનવામાં આવી રહ્યું છે કે એની સાથે જ ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી શકે છે.
ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ
કુલ બેઠકો | 182 |
ભાજપ | 103 |
કોંગ્રેસ | 65 |
બીટીપી | 2 |
એનસીપી | 1 |
અપક્ષ | 1 |
કોંગ્રેસના MLAના રાજીનામાથી બેઠકો ખાલી
કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.
ક્યાં ચૂંટણી
કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસા