ટૂરીસ્ટ-ઝોનની હોટેલના પરિસરમાં રહેલુ એકવેરીયમ મધરાતે તૂટી પડયું
બર્લીન: જર્મનીના પાટનગર બર્લીનમાં ગઈકાલે 46 ફુટ ઉંચુ એકવેરીયમ માછલા-ઘર અચાનક જ ફાટી પડતા લાખો લીટર પાણી વહી ગયું હતું અને 1500થી વધુ વિશાળ માછલીઓ જમીન પર તરફડીને મૃત્યુ પામી હતી. બર્લીનની રેડીસન બ્લુ હોટેલમાં આ ઘટના બની હતી. શોભા તથા પ્રવાસીઓ માટે આકર્ષણ માટે વિશાળ ઉંચા એકવેરીયમ ઉભા કરાયા છે.
જેમાં ગઈકાલે અચાનક જ એક 14 મીટર ઉંચુ એકવેરીયમ ફાટી પડયું હતું. સોલીડ કાચનું આ એકવેરીયમમાં લગભગ મધરાતે આ ઘટના બની હતી જેમાં કાચના કારણે બે લોકોને ઈજા પણ થઈ હતી જે બાદ 100 જેટલા ફાયર ફાઈટરને બોલાવીને સમગ્ર વિસ્તાર સાફ કરાયો હતો અને 1500 જેટલી વિવિધ પ્રકારની માછલીઓ તરફડીને મોતને ભેટી હતી. ભારે માત્રામાં પાણી આસપાસના માર્ગ પર વહી ગયુ હતું. અહી વિશ્વનું સૌથી મોંઘુ સિલિન્ડર એકવેરીયમ આવેલું છે અને તે સમુદ્ર જીવનની ઝાંખી કરાવે છે તેને 2019માં જ ફરી નવી સજાવટ સાથે ખુલ્લુ મુકાયુ હતું.