નવા વર્ષના પ્રથમ દિવસે બજારની શરૂઆત વધારા સાથે થઈ છે. સેન્સેક્સ 115 અંક વધી 47866 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 33 અંક વધી 14015 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સના વધારા સાથે ટીસીએસ, એસબીઆઈ, રિલાયન્સ અને બજાજ ગ્રુપના શેર લીડ કરી રહ્યાં છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 188.69 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી છે.
FY 2021-22માં ઈકોનોમી ગ્રોથ
રેટિંગ એજન્સી ઈક્રાના જણાવ્યા મુજબ ભારતીય અર્થવ્યવસ્થા FY 2021-22માં લગભગ 10 ટકાનો પોઝિટિવ ગ્રોથ કરે તેવી આશા છે. એજન્સીએ પહેલા 2020-21 માટે ઈકોનોમિમાં 7-7.9 ટકાના ઘટાડાનું અનુમાન બહાર પાડ્યું છે. જે વર્ષના શરૂઆતમાં 4.2 ટકા પોઝિટિવ હતો.
સેન્સેક્સ પર એમએન્ડએમ, SBI, TCS, અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFCના શેરમાં તેજી જોવા મળી રહી છે. M&M 2.13 ટકા વધી 735.95 પર કારોબાર કરી રહ્યો છે. SBI 1.15 ટકા વધી 277.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા, ICICI બેન્ક, બજાજ ફીનસર્વ, NTPC, એક્સિસ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 0.57 ટકા ઘટી 589.00 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 0.52 ટકા ઘટી 532.00 પર કારોબાર કરી રહ્યો છે.
એન્ટોની વેસ્ટ હેન્ડલિંગનું જબરજસ્ત લિસ્ટિંગ
આજે એન્ટોની વેસ્ટ હેન્ડલિંગના શેરનું શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. કંપનીએ પોતાના IPO માટે ફાઈનલ ઈશ્યૂ પ્રાઈસ 315 રૂપિયા રાખી હતી. તેનું લિસ્ટિંગ 430 રૂપિયા પર થયું છે. કારોબાર દરમિયાન તે વધીને 492.75 રૂપિયા પર પહોંચ્યો છે. આ IPOથી કંપનીએ લગભગ 300 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આ IPOને 15 ગણુ સબ્સક્રિપ્શન મળ્યું હતું.