વનરક્ષકો-વનપાલો પણ આંદોલનના માર્ગેઃ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં જમાવડો

વનરક્ષકો-વનપાલો પણ આંદોલનના માર્ગેઃ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં જમાવડો

Gujarat

કિસાન સંઘ, વીસીઈ, નિવૃત્ત સૈન્ય જવાનો તથા સંયુક્ત મંડળ પછી હવે

ગાંધીનગર તા. ૧૯ઃ એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓના વિરોધ પ્રદર્શન વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે.

કિસાન સંઘ, સંયુક્ત કર્મચારી મંડળ, વીસીઈ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને નિવૃત્ત સૈન્ય જવાનોના આંદોલનની સાથે સાથે હવે વન રક્ષકો અને વર્ગ ૪ ના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે.

આજરોજ વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં પહોંચ્યા છે અને મોરચો શરૃ કર્યો છે. વન રક્ષક અને વનપાલો રજા પગાર અને ગ્રેડ પે વધારવા મુદ્દે આંદોલન કરવા માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં એકઠા થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ૪૩ દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે. પોતાની પડતર માંગણીઓ અને સમસ્યાઓનું નિવારણ લાવવા માટે આરોગ્ય કર્મચારીઓના આગેવાનોએ સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટી સાથે અગાઉ ૩ વખત બેઠક કરી હતી, પરંતુ તે બેઠકોમાં કોઈ યોગ્ય નિવારણ ન આવતા અજો ફરી ચોથી વખત આરોગ્ય કર્મચારી મંડળના આગેવાનો સરકાર સાથે બેઠક કરશે. તેમાં વનરક્ષકો તથા વનપાલોનું આંદોલન શરૃ થતા રાજ્ય સરકાર ભીંસમાં મૂકાયેલી જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *